તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:M.K.B. યુનિ. દ્વારા Phdની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાનો નિર્ણય

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને યુનિ. ખાતે રૂબરૂ આવવામાંથી મુક્તિ મળશે

યુનિવર્સિટીના એકેડેમિક પોસ્ટ ગ્રેજ્યુએશન કે પીએચ.ડી. દ્વારા પીએચ.ડી. પ્રવેશ અંગેની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીને પીઇસી સર્ટીફીકેટ, ફી લેટર, ઓનલાઇન ફી પેમેન્ટ, તમામ પ્રમાણપત્રો વિગેરે માહિતી આપોઆપ ઈ-મેલમાં વિદ્યાર્થીને મળી જાય તેમ જ જરૂરી સૂચનાઓ પણ વિદ્યાર્થીઓને ઇ-મેઇલથી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સમગ્ર બાબતે નવા નોંધાયેલા વિદ્યાર્થીઓને અગાઉની માફક યુનિવર્સિટી ખાતે રૂબરૂ આપવામાંથી મૂક્તિ મળી છે. યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ વ્યવસ્થામાં તમામ પ્રક્રિયા ઓનલાઇન થયેલ હોય વિદ્યાર્થીઓને દર છ માસે ભરવાની થતી ફીની માટે પણ યુનિવર્સિટી દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓની છ માસિક ફીની ડ્યૂ ડેઇટ થી આઠ દિવસ અગાઉ દરરોજ વિદ્યાર્થીને ઇમેઇલ તેમજ મોબાઇલમાં ટેક્સ મેસેજ દ્વારા ફી ભરવા માટેની જાણ કરવામાં આવશે અને આ મેસેજની સાથે જ પેમેન્ટ લિંક પર મોકલવામાં આવશે. જેથી વિલંબ વગર વિદ્યાર્થી થી ભરી શકશે.

આ સમગ્ર કાર્યવાહીથી વિદ્યાર્થીના નાણાં અને સમયનો બચાવ થશે તેમજ કામગીરી ઝડપી અને ક્ષતિરહિત બનશે. સરકારના ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રક્રિયામાં જોડવામાં આવ્યા છે અને વિદ્યાર્થીને ઓછામાં ઓછી અગવડતા પડે તેની તકેદારી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...