તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેટિંગ:રાજ્યના રેટિંગમાં MKB યુનિ.એ 14મો ક્રમ મેળવ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે MKB યુનિ.નો 2 સ્ટાર સાથે 23મો ક્રમ હતો, તે આ વર્ષે 4 સ્ટાર સાથે 14મો ક્રમ થઇ ગયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. માટે શૈક્ષણિક અને અન્ય સાધન-સામગ્રી સહિતની આંતરમાળખાગત સુવિધા માટે રાજ્યના શિક્ષણ વિભાગે ટીચિંગ, લર્નિંગ, રિસર્ચ સહિતના વિવિધ પાસાંની ચકાસણીના આધારે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજોના ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમ વર્ક (જીએસઆઈઆરએફ) 2020-2021ની જાહેરાત કરાઈ છે જેમાં ભાવનગરની MKB યુનિ.એ 14મો ક્રમ મેળવ્યો છે.

આ રેટિંગ અંતર્ગત રાજ્યની 35 યુનિવર્સિટીમાંથી 5 યુનિવર્સિટી અને 190 કોલેજોમાંથી 5 કોલેજોને ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી કુલ પાંચમાંથી 4.6 ગુણાંક મેળવીને સતત બીજી વાર પ્રથમ રેન્ક પર આવી છે. એમકેબી યુનિ.નો ગત વર્ષે રેટિંગમાં 2 સ્ટાર સાથે 23મો ક્રમ હતો જે આ વર્ષે 4 સ્ટાર સાથે 14 ક્રમ થયો છે. એટલે કે શૈક્ષણિક સહિતની ગુણવત્તામાં લાંબા ગાળે સફળતા મળી છે. જો કે હજી રાજ્યની ટોપ ટેન યુનિ.માં સ્થાન મેળવવા માટે હજી વધુ આયોજન કરવું જરૂરી છે.

2020ના વર્ષમાં એમકેબી યુનિ.ને 2 સ્ટાર સાથે છેક રાજ્યની યુનિ.માં 23મો ક્રમ હતો. પણ આ વર્ષે ખાસ કરીને ટીચિંગ એન્ડ લર્નિંગ રિસોર્સ, સંશોધન અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, આઉટરિચ એન્ડ ઇન્ક્લુસિવિટી જેવા પરિબળોમાં દેખાવ સુધરતા યુનિ.નો 14મો ક્રમ આવ્યો છે. જ્યારે 4 સ્ટાર મળ્યાં છે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિ.નો નંબર MKB યુનિ.થી પણ બે ક્રમ પાછળ એટલે કે 16 રેન્ક રહ્યો છે. જે ગત વર્ષે 11મો હતો.

ગુજરાત યુનિવર્સિટી કુલ પાંચમાંથી 4.6 ગુણાંક મેળવીને સતત બીજી વાર પ્રથમ રેન્ક પર આવી છે. આ વખતે કુલ પાંચ ગુણમાંથી 4.3 ગુણાંક સાથે પંડિત દીનદયાળ યુનિવર્સિટીએ બીજો રેન્ક, 4.2 ગુણાંક સાથે નિરમા યુનિવર્સિટીએ ત્રીજો રેન્ક મેળવ્યો છે. ગત વર્ષના રેટિંગમાં ભાગ લેનારી યુનિવર્સિટીની તુલનાએ આ વર્ષની યુનિવર્સિટીની સંખ્યામાં 21 ટકાનો વધારો થયો છે.

ફાઇવ સ્ટાર મેળવનારા રાજ્યની યુનિવર્સિટીઓએ છેલ્લાં ત્રણ વર્ષોમાં 360થી વધુ રિસર્ચ પ્રકાશિત કર્યાં છે. હવે ભાવનગરની યુનિ. પણ શિક્ષણ, ગુણવત્તા, સંશોધન, પ્લેસમેન્ટ, વિદ્યાર્થી સુવિધા ક્ષેત્રે વધુ સારો દેખાવ કરશે તો ટોપ ટેનમાં સ્થાન મેળવી શકે તેમ છે. બાકી દિલ્હી અભી દુર હે જેવો ઘાટ છે.

આ રીતે રેટિંગ અપાય છે
યુનિ.માં ટીચિંગ એન્ડ લર્નિંગ, સ્ટુડન્ટ સ્ટ્રેન્થ, પ્લેસમેન્ટ, રિસર્સ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસીસ, ગ્રેજ્યુએશન આઉટ કમ્સ, આઉટરિચ એન્ડ ઇન્ક્લુસિવિટી જેવા પરિબળોને ધ્યાને લઇને રેટિંગ અને સ્ટાર આપવામાં આવે છે.

GSIRF રેન્કિંગમાં MKB યુનિ.નો દેખાવ

વર્ષકુલ સ્કોરસીજીપીએસ્ટાર
202151.553.24
202032.191.882
અન્ય સમાચારો પણ છે...