શિક્ષણ વિભાગ:એમકેબી યુનિ. દ્વારા પરીક્ષાના કોપી કેસના હિયરિંગનું આયોજન કરાયુ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21મી પછી સુનાવણીની તક અપાશે નહી
  • ​​​​​​​ઓક્ટોબરથી ડિસેમ્બરની પરીક્ષાઓમાં કુલ 131 કોપી કેસના હિયરિંગ માટે 21મીએ અંતિમ તક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા લેવાયેલી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓમાં કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓ માટે હિયરિંગની પ્રક્રિયા ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ માટે તા.21 જાન્યુઆરીને શનિવારે સવારે 11 કલાકે યુનિ.કાયર્લાયે હાજર રહી હિયરિંગની અંતિમ તક આપવામાં આવી છે.

યુનિ.ના કુલસચિવ ડો.કૌશકભાઇ ભટ્ટના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર-2021 દરમિયાન લેવાયેલી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓમાં કુલ 131 કોપી કેસ થયા હતા જેના હિયરિંગનું સમયપત્રક બે દિવસ માટે ગોઠવાયું હતુ. તા.17ને સોમવાર તથા તા.18ને મંગળવારે કોપી કેસ થયેલા તમામ વિદ્યાર્થીઓનું હિયરિંગ થયું હતુ જે વિદ્યાર્થીઓ આપેલા સમયે હાજર ન રહ્યાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે અંતિમ તક તા.21 જાન્યુઆરીને શનિવારે આપવામાં આવી હોય આવા વિદ્યાર્થીઓને સવારે 11 કલાકે યુનિ. કાર્યાલય હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...