તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:કોરોના કાળમાં એમ.કે.બી. યુનિ.એ કેન્દ્રોમાં પરીક્ષા લઇ નવો ચીલો ચાતર્યો

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે ઇમ્યુનીટી બુસ્ટ ડોઝ અપાયો
 • શહેર- ગ્રામ્યના કુલ 38 કેન્દ્રોમાં પ્રથમ દિવસે 98 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા

આ વર્ષે ગુજરાતમાં કોરોનાની મહામારીનો સકંજો દિવાળી પછી ફરી એકવાર વિસ્તર્યો છે ત્યારે રાજ્યમાં મોટા ભાગની યુનિ. દ્વારા પરીક્ષાઓ રદ કરવામાં આવી છે ત્યારે ભાવનગર કે જ્યાં અન્ય મહાનગરોની તુલનામાં કોરોનાનો વ્યાપ વિસ્તર્યો નથી ત્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.દ્વારા આજથી રોજના ત્રણ તબક્કામાં યુ.જી. સેમેસ્ટર-3 અને 5 તેમજ પી.જી. સેમેસ્ટર-3ની પરીક્ષાનો શહેરના 19 અને ગ્રામ્યના 19 મળી કુલ 38 કેન્દ્રો ખાતે પરીક્ષાનો આરંભ થયો છે.

જેમાં પ્રથમ દિવસે 98 ટકા જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહી આયોજનને સફળ બનાવ્યું તેમજ યુનિ.ના નિર્ણયને સમર્થન વ્યક્ત કર્યું હતુ. યુનિ. તેમજ દરેક કોલેજો અને વિદ્યાર્થીઓ તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તેમજ કોરોનાની ગાઇડ લાઇનનું ચૂસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.

આજે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ જણાવ્યુંહતુ કે યોગ્ય આયોજન સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવે તે વિદ્યાર્થીઓના ભવિષ્યના હીતમાં છે. જો કે તેઓએ જણાવ્યું હતુ કે કોરોનાની ગાઇડ લાઇનનુ઼ ચૂસ્તપણે પાલન થવું જોઇએ. ભાવિ કારકિર્દી માટે પરીક્ષા યોજાય તે જરૂરી છે. પરીક્ષાના તમામ કેન્દ્રો ખાતે હોમિયોપેથીનો ઇમ્યુનીટી બુસ્ટર ફોઝ પણ આપવામાં આવ્યો હતો. સહજાનંદ કોલેજ ખાતે કુલપતિ અને સંસ્થાના મેનેજમેન્ટ તથા આચાર્યએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરીને આવકાર્યા હતા. સાથે માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો