સિટી સ્પોર્ટ્સ:MJCC, SSCCM, મારૂતિ, વળીયા કોલેજ ક્વા. ફાઇનલમાં

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે પ્રી-ક્વાટર ફાઇનલ રમાઈ હતી. સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટની ટીમે 20 ઓવર્સમાં 3 વિકેેટે 188 રન નોંધાવ્યા હતા. જય ધાપાના 61, ધરમેન્દ્રસિંહ ગોહિલના 53 રન મુખ્ય હતા. કે.આર.દોશી કોલેજની ટીમ 14.2 ઓવર્સમાં 60 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જય ધાપાએ 3, ધર્માદિત્ય અને સત્યજીતે 2-2 વિકેટો મેળવી હતી. વળીયા કોલેજ સામેની મેચ કેપીઇએસ કોલેજની ટીમે ત્યજી દીધી હતી.

ભરૂચા કલબના મેદાન ખાતે પ્રથમ મેચમાં મારૂતિ વિદ્યામંદિર કોલેજની ટીમે 20 ઓવર્સમાં 1 વિકેટે 281 રન નોંધાવ્યા હતા. ભવદીપ ચૌહાણના 133, કેવલ ઝાપડીયાના 112 રન મુખ્ય હતા. ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગારિયાધારની ટીમ 16.1 ઓવર્સમાં 73 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. શોએબ સમાએ 6, અભિષેક, ગઢવી, કેવલે 2-2 વિકેટ મેળવી હતી. બીજી મેચમાં શામળદાર આર્ટ્સ કોલેજની ટીમ 18.4 ઓવર્સમાં 88 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. મનદીપ જાડેજાએ 4, હીત સોની, પાર્થે 3-3 વિકેટો મેળવી હતી. એમ.જે.સી.સી.ની ટીમે 17 ઓવર્સમાં 3 વિકેટે 91 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જેમાં જયદેવસિંહ ગોહિલના 35, હાર્દિક દિહોરાના 27 રન મુખ્ય હતા.

અન્ય સમાચારો પણ છે...