તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પિપાવાવ ONGC રિગની મદદે ગયેલી ટગ ખોટવાઇ

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટગ રિષભના પંખામાં દોરડું ફસાઇ ગયું

પિપાવાવની સામેના દરિયામાં ઓએનજીસીની ઓઇલ રિગમાં ક્ષતિ સર્જાતા તત્કાળ ધોરણે મદદ માંગવામાં આવી હતી, અને મદદે ગયેલી ટગ રિષભના પંખામાં દોરડુ ફસાઇ જતા ટગ બંધ પડી હતી અને તેને ઘોઘા લવાયા બાદ મરામત કરાવવામાં આવ્યા બાદ પુન: ઓએનજીસીની રિગની મદદે રિષભ જોડાઇ ગઇ છે.ભાવનગર પોર્ટ ઓફિસર કેપ્ટન રાકેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે ટગ રિષભ પિપાવાવ ઓપરેશનમાં હતી, જે અમારા કાર્યક્ષેત્રમાં નથી.

આ અંગે ટગ રિષભના સંચાલક પ્રણય વોરાના જણાવ્યા પ્રમાણે રિષભ ઓએનજીસી રિગના જોબમાં પિપાવાવ નજીક હતા, આ અંગે સંબંધિત તંત્ર, રડાર-વીટીએમએસને ઇમેલથી જાણ કરવામાં આવી હતી. જોબ દરમિયાન ટગના પંખામાં દોરડુ ફસાતા તેને અહીં લાવવાની ફરજ પડી હતી, અને મરામત થઇ ગયા બાદ પુન: ઓએનજીસીની ફરજમાં જોડાઇ ગઇ હતી. ટગના તમામ દસ્તાવેજો, મંજૂરીઓ, ઇન્સ્યુરન્સ, પાસિંગ માન્યતાપ્રાપ્ત હોવાનું પણ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો