મૂલાકાત:શેત્રુંજી નદી, ગિરિરાજ, કાળભૈરવ મંદિર અને જૈન દેરાસરોમાં ગૃહ રાજ્યમંત્રીએ પૂજન અર્ચન કર્યા

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તા.2/1 રવિવારના રોજ ભાવનગરની મૂલાકાતે આવેલ જ્યા તેમણે કૃષ્ણનગર ઉપાશ્રય ખાતે પધારી પ.પૂ. આ. પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ લીધેલ તેમજ ત્યાર બાદ પાલિતાણાની મૂલાકાત લીધી હતી. તેમજ જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન, સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા સેન્ટ મેરી સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સાથોસાથ ક્રિકેટ પણ રમ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પધારેલ ત્યારે તેમની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ તથા જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પાલિતાણા ખાતે જિન હરિ વિહાર સમિતિ દ્વારા સંચાલિત ધર્મશાળાની મુલાકાત લીધી હતી. તેમજ ત્યારબાદ કાલભૈરવ મંદિરમાં કાલભૈરવ દાદાના દર્શન કર્યા હતા.

ગૃહમંત્રીની જોરદાર બેટીંગ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન, સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. ગૃહ રાજ્ય મંત્રીએ ક્રિકેટની રમતના પોતાનાં કૌશલ્યનું નિદર્શન કરતાં થોડીવાર બેટિંગ પણ કરી હતી.

રોહિશાળા તિર્થે ગિરિરાજ પર્વતની આરતી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંધ્યા ટાણે પાલીતાણા પાસે આવેલા રોહીશાળા તીર્થ સાથે શેત્રુંજી નદી તથા ગિરિરાજ પર્વતની આરતી ઉતારી પૂજા-અર્ચન કર્યા હતાં. ભાવિક ભક્તો તથા જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાળભૈરવ દાદાના મંદિરમાં શિશ નમાવ્યું
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રસિદ્ધ કાળભૈરવ મંદિરમાં કાલભૈરવ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન- અર્ચન કરીને શીશ ઝુકાવ્યું હતું. આ દર્શન- આરતી સમય. નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...