શ્રદ્ધાંજલિ:ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર સમાચારના પ્રતાપભાઇ શાહની પુણ્યતિથિ નિમિત્તે મંત્રી જીતુ વાઘાણીએ પુષ્પાંજલિ અપર્ણ કરી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબીટીસ, હૃદયરોગ તથા આંખોના રોગના નિદાન કેમ્પમાં 500થી વધુ દર્દીઓએ લાભ લીધો
  • રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું

સૌરાષ્ટ્ર સમાચારના પ્રતાપભાઇ શાહની પુણ્યતિથિ નિમિત્તે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. તેમણે ડાયાબીટીસ, હૃદયરોગ તથા આંખોના રોગનો નિદાન અને સારવાર કેમ્પને ખુલ્લો મુક્યો હતો અને સાથે જીતુ વાઘાણીએ પોતે પણ ચેકઅપ કરાવ્યો હતો. ઉપરાંત સ્વ. પ્રતાપ કાકાને અનેક સંસ્થાઓ તથા મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર, પ્રતાપભાઇ તારાચંદભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે શુક્રવારના રોજ ભાવનગર શહેરના દીપક હોલ સંસ્કાર મંડળ ખાતે ડાયાબીટીસ, હૃદયરોય તથા આંખોના રોગનો નિદાન અને સારવાર કેમ્પ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 500 થી વધુ દર્દીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો.

જેમાં રોગ નિષ્ણાંત ડો. શૈલેષભાઇ ત્રિવેદી (કાર્ડિયોલોજીસ્ટ) તથા ડો. આશિષ એચ. મહેતા (આઇ સર્જન) દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર્દીને જરૂર જણાયે ડાયાબીટીસના રિપોર્ટ, ઇસીજી તેમજ દવાઓ તેમજ બેતાળા તથા 3 નંબરના ચશ્મા અને દર્દીનો કાર્ડિયોગ્રામ રિપોર્ટ પણ વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યો હતો. સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાકાની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિમાં અક્ષરવાડીના સોમપ્રકાશ સ્વામી, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના તારકભાઈ શાહ, ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોની, બુધાભાઈ પટેલ, ગીરીશભાઈ શાહ, રેડકોર્સના મિલનભાઈ દવે, સુમિતભાઈ ઠક્કર, વર્ષાબેન લાલવાણી તથા શહેરની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ, આગેવાનો, મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...