દિવાળી:હવે લાભ પાંચમ સુધી બજારમાં મિની વેકેશન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના મોલમાં રજા નહીં રહે

ભાવનગરની મોટાભાગની બજારોમાં આવતી કાલ નૂતન વર્ષથી લાભપાંચમ સુધી મિની વેકેશનનો માહોલ રહેશે.દિવાળીની ઘરાકીનો થાક ઉતારવા માટે મોટાભાગના વેપારીઓ સહપરિવાર બહારગામ ફરવા ઉપડી જશે તો કેટલાક વેપારીઓ ઘરે થાક ઉતારશે. જો કે હવે મોલ કલ્ચર આવી ગયું હોય મોલ સાથેની હરિફાઇમાં ઘણા વેપારીઓ રજા નહીં રાખી દુકાનો ચાલુ રાખશે.

આ વર્ષે ગુરૂ પુષ્ય નક્ષત્રથી શરૂ કરીને દિવાળીના છેક અંતિમ તબક્કામાં ભાવનગરની બજારોમાં બજારમાં અઢળક રૂપિયા ઠલવાયા છે. પગાર અને બોનસ સહિ‌તની આવકના કારણે આ વખતે બજારમાં આરંભે થોડી મંદી જોવા મળી પણ અંતિમ તબક્કામાં તેજીનો રૂખ જોવા મળ્યો હતો. પુષ્ય નક્ષત્ર અને ધન તેરશના દિવસોએ જોરદાર ઘરાકી રહી હતી. તો દિવાળીની મધરાત સુધી પણ માથે માથું ન રહે એવી ઘરાકીમાં રહ્યા હતા.

આવતીકાલે શુક્રવારે નૂતન વર્ષ છે અને કાલથી લાભપાંચમ સુધી સળંગ પાંચ દિવસ સુધી બજારો બંધ રહેવાની છે. મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યમાં હજી કોરોના હોય ખાસ કરીને ગુજરાતના વિવિધ સ્થળો દીવ, ગીર, અક્ષરધામ, નર્મદા તટ, સરદાર પટેલ યુનિટી સ્ટેચ્યુ , સોમનાથ, દ્વારકા, સાપુતારા સહિ‌તના સ્થળે અને યાત્રાધામોએ ફરવા ઉપડી જવાના છે. તો અમુક વેપારીઓ ઘરે રહીને થાક ઉતારશે.

મુખ્ય બજારોમાં એમ.જી. રોડ, પીરછલ્લા,કાળાનાળા, હાઇર્કોટ રોડ, વોરાબજાર, દિવાનપરા રોડ, વાઘાવાડી રોડ, ક્રેસન્ટ સહિ‌તના વિસ્તારોમાં દુકાનો, શો-રૂમ લાભપાંચમ સુધી બંધ રહેવાના છે. દરમિયાન હોલસેલર વેપારીઓ દિવાળી પૂર્વે બે મહિ‌નાથી સતત વ્યસ્ત રહ્યા હતા. આવા હોલસેલર વેપારીઓ આઠથી દસ દિવસ સુધી રજાના મૂડમાં છે.

અન્ય સમાચારો પણ છે...