તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારનું વેકેશન:યુનિ.માં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી મિની વેકેશન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

MKB યુનિ. દ્વારા સાતમ-આઠમના પર્વની ઉજવણી નિમિત્તે ચાર દિવસીય મિની વેકશનની જાહેરાત કરવામાં આવી છે. તા.31 ઓગસ્ટને મંગળવારની રજા કુલપતિએ પોતાની સત્તા મુજબ જાહેર કરતા તા.28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી સતત ચાર દિવસ યુનિ.માં રજા રહેશે.

એકેડેમિક વર્ષ 2021-22ની પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ હોય કુલપતિએ તા.31 ઓગસ્ટને મંગળવારે રજા જાહેર કરી છે આથી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 31 ઓગસ્ટના રોજ ભવન/સેન્ટર કે ડિપ્લોમા દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરી 11 કલાકે નોટિસ બોર્ડ પર જાહેર કરી પ્રવેશ કન્ફર્મ કરી વિદ્યાર્થી જે તે ભવન કે ડિપ્લોમા સેન્ટર કક્ષાએ પ્રવેશ માટેની ફી ભરવાની હતી જે જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઇને રજા જાહેર કરવામાં આવી હોય આ પ્રક્રિયા તા.1 સપ્ટેમ્બરને બુધવારે જે તે ભવન કે ડિપ્લોમા સેન્ટર દ્વારા 11 કલાકે મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે.

તા.1 સપ્ટેમ્બર અને તા.2 સપ્ટેમ્બરના રોજ પ્રવેશ મેરિટમાં સમાવશે કરાયેલા વિદ્યાર્થીઓએ જે તે ભવન/કોલેજ/ડિપ્લોમઅ પીજી સેન્ટર કક્ષાએ પ્રવેશ માટે ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...