તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ-બાઇક:ધો.12 કોમર્સના વિદ્યાર્થી યશ પરમારે બનાવ્યું મિની ઇ-બાઇક

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બનાવવાનો અનોખો શોખ
 • નવા પ્રકારના સંશોધન માટે સાધનો છૂટક મેળવીને તૈયાર કર્યાં છે ઇન્ડિકેટર, હોર્ન, ફ્રન્ટ લાઇટ જેવાં સાધન

ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બનાવવાનો શોખ ધરાવતો 12 કોમર્સનો વિદ્યાર્થી પોતાની બનાવટની વસ્તુઓથી જાણીતો છે. યશ પ્રવીણભાઈ પરમાર નામના આ તરુણે હાલમાં મીની ઈ બાઈક તૈયાર કર્યું છે. જેમાં છૂટક સાધનો મેળવીને ઇન્ડિકેટર, ફ્રન્ટ લાઈટ, હોર્ન બનાવ્યા છે. ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા યશે 6 મહિનાના ગાળામાં પોતાના ઘરે જ મીની ઇલેક્ટ્રોનિક બાઇક તૈયાર કરીને ટ્રાફિકના નિયમોની જટિલતા સામે ઉકેલ શોધી બતાવ્યો છે. કારમાં સ્પીડોમીટર ફીટ કરવામાં આવ્યું છે. જેનાથી કેટલી બેટરી છે, કેટલી ઝડપ છે તેનો ખ્યાલ આવે છે.

ઈ બાઈકનો મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી અને ખર્ચ પણ ઓછો થાય છે. પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી. આરટીઓની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. ભાવનગરના આ ધોરણ -12 કોમર્સના વિદ્યાર્થી યશ પરમારને સંશોધન માટે નાનપણ થી જ રસ છે. અને અવનવા સાધનો બનાવવા તત્પર રહે છે. આવી રીતે તેણે અનેકવિધ નવી વસ્તુઓ બનાવી છે. હવે તેણે ઇબાઇક બનાવી છે. જે જેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણમાં પ્રદુષણ ફેલાતું નથી અને તેમાં ખર્ચ પણ ઓછો આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો