પ્લેસમેન્ટ:શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજના છાત્રોને લાખોના પેકેજ, સાગર જાજડિયાને 20.97 લાખની ઓફર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભદ્રેશ માલંકિયાને 10.44 લાખ તેમજ અન્ય 9 વિદ્યાર્થીને ઉચ્ચ પગારે રોજગારી
  • રિલાયન્સ, ટીસીએસ, બાયજુઝ, તત્વસોફ્ટ વિ. કંપનીમાં મળેલી નોકરી

શાંતિલાલ શાહ સરકારી ઇજનેરી કૉલેજ, ભાવનગર ખાતેથી આ વર્ષે ઉત્તિર્ણ થનાર ભદ્રેશ માલંકિયા એક્સ્પ્રેસ ટેક, બેંગલોર ખાતે રૂ. 10.44 લાખના વાર્ષિક પગારથી પસંદગી પામેલ છે. આ સાથે બીજા એક વિદ્યાર્થી સાગર જાજડિયાને ટીસીએસ કંપનીએ બ્લોક ચેન ટેક્નોલૉજી ડોમેઈનમાં રૂ. 20.97 લાખ પ્રતિ વર્ષના પેકેજથી પસંદગી આપેલ છે. વધુમાં, સંસ્થાના સિવિલ મિકેનીકલ તથા ઇલેક્ટ્રીકલ ઈજનેરીના 5 વિદ્યાર્થી મૂળ અમેરિકન કંપની ઇન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સ (ISP) લિમિટેડમાં તથા મિકેનિકલ તથા ઇલેક્ટ્રીકલ ઈજનેરીના 4 વિદ્યાર્થીઓને ઝાયડસ લાઇફ સાયન્સિઝ ખાતે પસંદગી મળેલ છે.

વધુમાં નોંધનીય છે કે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્ષે રિલાયન્સ, ટીસીએસ, બાયજુઝ, તત્વસોફ્ટ અને બીજી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં માતબર પગારધોરણ સાથે પ્લેસમેન્ટ મળેલ છે. સંસ્થા ના આચાર્ય, પ્રાધ્યાપકગણ તથા ટ્રેનીંગ પ્લેસમેન્ટ વિભાગ દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી બાદ ઉચ્ચ વ્યાવસાયિક કારકિર્દી પ્રાપ્ત કરી સંસ્થાને ગૌરવ અપાવવા બદલ અભિનંદન તથા શુભેચ્છાઓ અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે શહેરની ભાગોળે સિદસર ખાતે સ્થિત જિલ્લાની સૌથી જૂની આ સરકારી ઈજનેરી કોલેજ દ્વારા ટીસીએસ તથા માઈક્રોસોફ્ટ, SAP જેવા નામાંકિત ઔદ્યોગિક ગૃહો સાથે સંકલનથી સંસ્થા ખાતે પ્રિફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ માટે યૂથ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ અમલી છે. આ પ્રોફેશનલ પ્રોગ્રામથી લાભાન્વિત વિદ્યાર્થીની વ્યાવસાયિક રોજગારની તકો વધતાં IT તથા આનુશાંગિક ક્ષેત્રોમાં પણ આ વર્ષે પ્લેસમેન્ટમાં માતબર વૃદ્ધિ થયેલ છે. આમ શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજના તારાલાઓને હજી ભણતર પુરૂ કરે તે પહેલા નોકરી મળી થઈ છે.

3 ઇજનેરી કોલેજથી પ્લેસમેન્ટ વધ્યા
એક સમયે ભાવનગર શહેરની કોલેજોમાં પ્લેસમેન્ટનો ટ્રેન્ડ સાવ નહિવત હતો પણ હવે શહેરમાં શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ, સરકારી ઇજનેરી કોલેજ તથા જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજ થતા આ કોલેજોમાં ચાલતા વિવિધ કોર્સીસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આખરી વર્ષમાં હોય ત્યારે જ દેશ વિદેશની ખ્યાતનામ કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂાટે ભાવનગર આવતી થઇ છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી મળે ત્યાં સુધીમાં જોબ પણ ઓફર થઇ ચૂકી હોય છે.

અન્ય સમાચારો પણ છે...