તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:RTOમાં બસને કેબ દર્શાવી સરકાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આરટીઓમાં બસોને કેબ તરીકે દર્શાવી સરકાર સાથે લાખોની છેતરપિંડીં કરવા બદલ વરતેજના ટાટા મોટર્સના અધિકૃત ડિલર્સ વિરૂદ્ધ ફરિયાદ ભાવનગર RTOના એઆરટીઓએ ફરિયાદ નોંધાવી છે.વરતેજમાં ટાટા મોટર્સના અધિકૃત ડિલર ચાર્ટર્ડ મોટર પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પોતાના શો રૂમમાંથી તા. 01/06/2017ના રોજ પેસેન્જર બસ વાહન નં. જીજે-04-એડબલ્યુ-2011 તથા જીજે-04-એડબલ્યુ-2012ના ગ્રાહકોને પોતાના શો રૂમમાંથી બસ તરીકે વેચાણ કર્યાં હોવાનું જાણવા છતાં ઓછો ટેક્સ ભરવો પડે તે માટે બસને બદલે મોટર કેબ દર્શાવી સરકારની રેવન્યુને નુંકસાન પહોંચાડવાના ઈરાદે દસ્તાવેજો RTO કચેરી ભાવનગર ખાતે તા.06/06/2017ના રોજ મોકલી આપ્યા હતા

જે બસોના દસ્તાવેજો કચેરી માંથી કોઈએ ગુમ કરી કાયદેસર રીતે સરકારને ભરવાનો થતો ટેક્સ રૂ. 24,68,644 ને બદલે મોટરકેબ વાહનને ભરવાનો થતો ટેક્સ રૂ. 2,48,870 ભરી સરકારના રૂ. 22,19,774ની ઉચાપત કરી છેતરપિંડીં કર્યાં અંગેની ફરિયાદ એઆરટીઓ ભાવનગર, નીમિષાબેન રાજેશભાઈ પંચાલે વરતેજ પોલીસ મથકમાં ટાટા મોટર્સના અધિકૃત ડિલર ચાર્ટેડ મોટર્સ વિરૂદ્ધ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...