પાણીનો વેડફાટ:ઈન્દિરાનગર વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયું

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાણ કરવા છતા કલાકો સુધી પાણી વેડફાયાનો આક્ષેપ

શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં પિવાના પાણી ની લાઈનોમાં ભંગાણ થતાં બપોરથી સાંજ સુધીમાં લાખ્ખો લીટર પાણી ગટરમાં વ્યથૅ વહી જતાં લોકો માં ભારે રોષ ફેલાયો હતો.

શહેરમાં માર્ગ નવિનીકરણ નું કાયૅ હાથ ધરવામાં આવ્યું છે ત્યારથી અવારનવાર ભૂગર્ભ ડ્રેનેજ તથા પાણીની લાઈનોમાં ભંગાણ થતું રહે છે એક તરફ કપરાં ઉનાળાનો પ્રારંભ થયો છે શહેરના અનેક વિસ્તારોમાં લોકો પિવાના પાણી માટે વલખાં મારે છે ત્યારે આ મહામૂલા પાણીનો તંત્ર ની ઘોર બેદરકારી ના કારણે વેડફાટ થાય તે કેટલી હદે ઉચિત ગણી શકાય...? થોડા સમય પૂર્વ પણ મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ખેત ઉત્પન્ન બજારમાં રોડના કામ દરમ્યાન પાણીની લાઈન તૂટતાં હજારો લીટર પાણી વેડફાયુ હતું આવી વારંવાર ઘટના બનવા છતાં જવાબદાર તંત્ર ઘટનાઓ પરથી ધડો લઈ ને પાણીનો વ્યય અટકાવી શકતું નથી,

ઈન્દિરાનગર વિસ્તારમાં પિવાનુ પાણી પુરૂ પાડતી ભૂગર્ભપાણી ની લાઈન માં ભંગાણ થતાં સાજ સુધીમાં હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું સ્થાનિક જાગૃત લોકોએ આ અંગેની જાણ તંત્ર ને કરી હોવા છતાં તંત્ર ના કોઈ અધિકારી-કમૅચારી ઘટના સ્થળે ફરકયા પણ ન હતાં અંતે મોડી સાંજે મેઈન પોઈન્ટ પરથી વાલ્વ બંધ કરાતાં પાણી બંધ થયું હતું આવી ગંભીર બેદરકારી સંદર્ભે જવાબદાર અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની માંગ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...