માંગણી:મધ્યમ વર્ગના લોકો તથા વ્યવસાય કારોને બાંધકામોની મંજુરી અંગે પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરાઇ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં ટીપીઓના અભિપ્રાયના અભાવે અટકેલી બાંધકામ પ્રવૃત્તિ વેગ આપવા જીતુ વાઘાણીએ માંગ કરી

ભાવનગર શહેરમાં મંજુર થયેલા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમોમાં ટી.પી.ઓ. દ્વારા અભિપ્રાય ન આપવા બાબતે શહેરના વિકાસ તથા નાના અને મધ્યમ વર્ગના લોકોના તથા વ્યવસાય કારોને બાંધકામોની મંજુરી અંગે પડતી મુશ્કેલી બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

શહેરની કુલ 12 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમોમાં અભિપ્રાય મંગાવવામાં આવ્યો

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે અધિક મુખ્ય સચિવ મુકેશપૂરીએ ઝડપી ર્નિણય કરવા વિશ્વાસ આપેલો છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના કાર્યાલય મંત્રીની યાદીમાં જણાવેલુ છે કે ભાવનગર શહેરના મંજુર થયેલા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમોમાં ટી.પી.ઓ. દ્વારા અભિપ્રાય ન આપવા બાબતે શહેરના વિકાસ તથા નાના અને માધ્યમ વર્ગના લોકોના બાંધકામોની મંજુરી અંગે પડતી મુશ્કેલી બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીને પત્ર દ્વારા રજૂઆત કરેલી કે ભાવનગર નગર રચના અધિકારી દ્વારા ભાવનગર શહેરની કુલ 12 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમોમાં અભિપ્રાય મંગાવવામાં આવતા તેઓ દ્વારા જુદી જુદી માહિતીઓ જેવી કે ડી.એલ.આર.ના નીમતાણા, જુની સોસાયટીમાં મંજુર થયેલા પ્લાનો, બિન ખેતીના હુકમો વગેરે કાગળો મંગાવવામાં આવે છે.

નાના અને મધ્યમ વર્ગના પ્લોટ ધારકો બાંધકામ કરી શકતા નથી

જેના કારણે લોકોને પરવાનગી મેળવવામાં ખુબ મુશ્કેલી પડે છે. જેના કારણે નાના અને મધ્યમ વર્ગના પ્લોટ ધારકો પોતાની માલિકીના પ્લોટમાં પણ બાંધકામ કરી શકતા નથી. અને આ બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા નાના અને મધ્યમ વર્ગના લોકોની રોજગારી ઉપર પર ખુબ ગંભીર અસર પડે છે. તેથી આ બાબતે ઝડપથી કાર્યવાહી કરી ભાવનગર શહેરનો વિકાસ અટકે નહિ તે માટે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા ભાવનગરની જનતા વતી મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...