બેદરકારી:હોસ્પિટલ નાં સ્ટાફ ક્વાટર જ લોકો માટે મોત નો પૈગામ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર વિઠ્ઠલવાડીમાં નવજીવન સોસાયટી ની પાછળ ના ભાગ માં આવેલ ઇ.એસ.આઇ  હોસ્પિટલ નાં સ્ટાફ ક્વાટર  આવેલછે. તેમાંનું એક ચાર માળનું કોટર તે નવજીવન સોસાયટી ના તરત પાછળના ભાગમાં આવેલ છે. તે સાવ જર્જરીત માં અને ખંડેર છે વરસો થી ખાલી પડેલ છે. તે ખુબ જ ભયજનક સ્થિતિમાં છે. જો તે ક્વાટર પડે તો નવજીવન સોસાયટી ના 3-4 મકાનો દબાય જાય તેમ છે.

મોટી જાન હાની થાય એમ છે. તો તેનુ જવાબદાર કોણ ભાવનગર કોર્પોરેશન કે ઇ.એસ.આઇ હોસ્પિટલ .ગઈકાલે રાત્રે ખુબ જ મોટો પોપડો એક મકાન ઉપર  ધરાશાયી થયો હોવાથી ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો અને નવજીવન સોસાયટીના લોકો ગભરાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...