નવીનતમ પ્રયોગ:ભાવનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત દિવ્યાંગ મતદારો માટે સાંકેતિક ભાષામાં સંદેશ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન થનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ફેઝમાં મતદાર થનાર છે આ તકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી વધુમાં વધુ મતદાન થાય તે માટે કામગીરી કરી રહી છે.

જે અંતર્ગત ભાવનગર વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ યુવા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન કરવા અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. દિવ્યાંગ યુવા મતદારોને સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે, આગામી તા.1લી ડિસેમ્બર 2022ના રોજ ભાવનગર જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે આપણે પણ મતદાન કરીએ અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરીએ. “પહેલી ડિસેમ્બરે પહેલું કામ મારું અને તમારું મતદાન” ના સૂત્ર હેઠળ તમામ દિવ્યાંગ યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...