તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:ધો.9 થી12ના અંગ્રેજી માધ્યમ માટે પ્રશ્નપત્રના ગુણભાર જાહેર

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસક્રમ તેમજ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

કોરોના મહામારીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં તેમજ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે નમૂના પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા હતા ત્યાર પછી હવે અંગ્રજી માધ્યમના વિદ્યાર્થીઓના નમૂના પ્રશ્નપત્રો પણ જાહેર કરવામાં આવ્યા છે.

શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોના મહામારીના પગલે તમામ ઓનલાઇન એજયુકેશનની શરૂઆત થઇ હતી. મહામારીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફારને પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 ના વિષયના તજજ્ઞો દ્વારા ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.

બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા પ્રશ્નપત્રમાં થયેલા ફેરફાર સહિતનો મહાવરો મળી રહે તે માટે પરિરૂપ અને ગુણભાર સહિતના નમૂનાના પ્રશ્નપત્ર તૈયાર થયા બાદ અંગ્રજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ તેનો મહાવરો મળી રહે તે માટે અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્ર પરિરૂપ,ગુણભાર અને નમૂના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા અનુવાદિત કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા અનુવાદિત કરવામાં આવેલા અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રના નમૂના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો