રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન)ની કસોટીનું પરિણામ જાહેર થયું છે જેમાં સમગ્ર ગુજરાતમાં મેરિટમાં કુલ 368 તારલાઓનો સમાવેશ થાય છે જેમાં ભાવનગર જિલ્લાના 28 તેજસ્વી તારલાઓનો સમાવશે થાય છે. તેમાં સમગ્ર શહેર-જિલ્લામાં પ્રથમ ક્રમે ગણેશ શાળા, ટીમાણાના વિદ્યાર્થી કેવલ વજેરામભાઇ પંડ્યાએ 186 માર્ક સાથે સફળતા મેળવી છે. જ્યારે ભાવનગર શહેરની જ્ઞામંજરી શાળાના વિદ્યાર્થિની દીયા વિપુલભાઇ તેજાણીએ 185 માર્ક સાથે જિલ્લામાં બીજો અને ભાવનગર શહેરમાં પ્રથમ ક્રમ અંકે કર્યો છે.
ટીમાણાની ગણેશ માધ્યમિક શાળાના પંડ્યા કેવલભાઈ વજેરામભાઈએ કુલ 200માંથી 186 ગુણ મેળવ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક અને સમગ્ર રાજ્યમાં 40 મો ક્રમાંક મેળવ્યો છે. આ જ શાળાના પંડ્યા કવિતભાઈ જગજીવનભાઈએ 184 ગુણ સાથે જિલ્લામાં તૃતિય ક્રમ મેળવ્યો છે.
ઠંઠ કિશનભાઈ દિનેશભાઈ (ગામ ઠળીયા)એ 184 ગુણ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે. લાશારી કૌસરબેન દિલાવરખાન (ગામ: પિંગળી)એ 178 ગુણ સાથે ભાવનગર જિલ્લામાં 7 મો ક્રમાંક, .પરમાર ગુંજનભાઈ બળદેવભાઈ (ગામ:ટીમાણા)એ 170 ગુણ સાથે જિલ્લામાં 11મો ક્રમ અને ઘોયલ નિલેશભાઈ મગનભાઇ(ગામ:દિહોર)અ. 163 ગુણ સાથે જિલ્લામાં 18મો ક્રમ મેળવ્યો છે. ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠની વિદ્યાર્થિની દીયા તેજાણીએ 185 ગુણ મેળવી જિલ્લામાં બીજો અને ભાવનગર શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
જોષી રોહને 184, આદિત્ય વેગડે 182, મીત ચોપડાએ 182, સુજલ પરમારે 180, રાજ સુતરીયાએ 169, દીપ ગજ્જરે 165, તીર્થ વાઘેલાએ 164,પ ધ્રૂવિન કાકલોતરે 162, મિતાલી મકવાણાએ 162 અને નિસર્ગ હિરાણીએ પણ 162 ગુણ મેળવ્યા છે. ભાવનગર શહેરમાં કુલ 15 તારલાઓ આ કસોટીના મેરિટમાં સ્થાન પામ્યાં છે અને તેમાં જ્ઞાનમંજરીના 11 તારલાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.