વેધર:તાપમાનમાં વધઘટ યથાવત બપોરે પારો 2.2 ડિગ્રી ઘટ્યો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પવનની ઝડપ 30 કિલોમીટર નોંધાઇ
  • મહત્તમ તાપમાન ઘટીને 36.1 ડિગ્રી થઇ ગયું હવામાં ભેજનું પ્રમાણ પણ વધીને 31 ટકા થયું

ભાવનગર શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે તાપમાનમાં દરરોજ નોંધપાત્ર વધઘટ થઇ રહી છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયું હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 61 ટકા થયું હતુ.

સૌરાષ્ટ્રભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ત્યારે ભાવનગર શહેરમાં ગઇ કાલે બપોર મહત્તમ તાપમાન વધીને 38.3 ડિગ્રી થઇ ગયું હતુ તે આજે એક જ દિવસમાં 2.2 ડિગ્રી ઘટીને 36.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન ગઇ કાલની જેમ 27.4 ડિગ્રીએ યથાવત રહ્યું હતુ. જો ક હવામાં ભેજનું પ્રમાણ 3 ટકા વધીને આજે 61 ટકા થયું હતુ. તો પવનની ઝડપ 2 કિલોમીટર ઘટીને આજે 30 કિલોમીટર નોંધાઇ હતી.

તાપમાનમાં વધઘટ

તારીખમહત્તમ તાપમાન
12 જૂન36.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
11 જૂન38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ
10 જૂન34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
09 જૂન36.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...