તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:ભાવનગર જિલ્લા પંચાયતની અલગ અલગ 9 સમિતિમાં સભ્યોની નિમણૂક કરવામા આવી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધારણ સભામાં કૉંગ્રેસે સૂત્રોચ્ચાર કરતા જ ભાજપના સભ્યોએ ચાલતી પકડી

ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોને જુદી જુદી નવ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શિક્ષણ, અપીલ, જાહેર બાંધકામ, સામાજીક ન્યાય, કારોબારી, જાહેર આરોગ્ય સહિતની નવ કમિટીઓની રચના કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા પંચાયતના હોલ ખાતે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં ગત તા.26 માર્ચ 2021 ની મળેલ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવામાં આવી હતી. ગત સભાની બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ ર્નિણયને અમલવારી નોંધને પણ બહાલી આપવામાં આવી હતી. કૉંગ્રેસે સમિતિઓમાં યોગ્ય વ્યક્તિઓ ને સ્થાન આપવા રજુવાત કરવામાં આવી હતી પણ ભાજપ દ્વારા કાઈ સાંભળ્યા વિના જ ચાલતી પકડી હતી અને કૉંગ્રેસએ સભામાં જ આરોગ્ય સાથે ચેડા નહીં ચાલે તેવા નારા લગાવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયતની નવ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, અપીલ સમિતિ, કારોબારી સમિતિ , જાહેર બાંધકામ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિ વગેરે સમિતિની રચના અઢી વર્ષ માટે કરવામાં આવી હતી, નવા ચૂંટાયેલા સમિતિના સદસ્યોએ ભાજપના આગેવાનોએ, આવકારી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...