મુશળધાર વરસાદ:શહેરમાં મેઘવિરામ, બોટાદમાં 1 કલાકમાં 41 મી.મી. વરસાદ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદમાં ભાદરવામાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલે ભાદરવામાં મેઘમાહોલ જામ્યો હતો પણ આ વાતાવરણ માત્ર એક જ દિવસ રહેતા આજે સમગ્ર શહેર અને જિલ્લામાં મેઘવિરામ રહ્યો હતો જ્યારે આજે બોટાદમાં માત્ર એક જ કલાકમાં મુશળધાર 41 મી.મી. વરસાદ વરસી જતા શહેરના નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

ભાવનગર જિલ્લામાં આજે મેઘવિરામ રહ્યો હતો. સિઝનમાં ભાવનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 441 મી.મી. થયો છે. જે વર્ષના કુલ એવરેજ વરસાદ 617 મી.મી.ના 72.23 ટકા થાય છે. આજે બોટાદ પંથકમાં સવારથી બફારા સાથે ઉકળાટમાં વાતાવરણમાં પલટો આવતા બપોરના 3:30 કલાકે મુશળધાર વરસાદ વરસતા 1 કલાકમાં 41 મી.મી. વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

બોટાદ જિલ્લામાં તા.9 સપ્ટેમ્બરના રોજ સવારથી ઉકળાટ સાથે ગરમીમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના નીચાણવાળા હવેલીચોક,જ્યોતિગ્રામ સર્કલ, મહિલા કોલેજમાં પાણી ભરાઈ ગયા હતા. ભાદરવા માંસમાં પ્રથમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરીજતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...