તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:ભાવનગરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન, અડધો ઇંચ વરસાદ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણા,સિહોર,વલભીપુર પંથકના ગામોમાં વરસાદ

ભાવનગર શહેરમાં શુક્રવારે મોડી રાત્રે અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો.જયારે જિલ્લામાં પણ ટાણા,વલભીપુર,ઘાંઘળી,નેસડા તેમજ પાલિતાણા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો..ગત રાત્રિથી જિલ્લામાં વરસાદી વાતાવરણ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદી માહોલ સર્જાશે અને કેટલાક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી હતી.

જેમાં ભાવનગરનો પણ સમાવેશ થતા ભાવનગરમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા બાદ શુક્રવારે મોડી રાત્રીના રાત્રે 12 પછી વાતાવરણ બદલાયું હતું અને રાત્રે 1 વાગ્યા બાદ જોરદાર વરસાદ વરસવો શરૂ થયો હતો જેથી રોડ પર પાણી વહેતા થયા હતા અને રાબેતા મુજબ કેટલાક વિસ્તારોમાં વીજળી જતી રહી હતી બીજી તરફ અગાસીમાં મીઠી નિંદર માણી રહેલા લોકોની ઉંઘ બગડી હતી અને પથારી સાથે ભાગદોડ મચી હતી.

હવામાન વિભાગમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રે 13 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. પાલિતાણા પંથકમાં પણ પવન સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી.વરસાદી આગાહીના પગલે બપોર બાદ પવન સાથે વરસાદ વરસ્યો, જયારે પાલિતાણા શહેર સહિત તાલુકામાં ઘેટી,કંજરડા,દુધાળા, સહિતના ગામડામાં પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી તેમજ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

ટાણા ગામે એકથી દોઢ ઇંચ વરસાદના વાવડ છે. સિહોર પંથકમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળા છવાયા હતા. ટાણા ગામે એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયેલ. જયારે આજુબાજુના ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે ઝાપટા વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...