ગોહિલવાડમાં મેઘ મહેર:ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, ઉમરાળામાં દોઢ ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં પોણો ઇંચ, તળાજા અને વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ
  • ગોહિલવાડ પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોરે મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા હતા. જિલ્લાના ઉમરાળામાં દોઢ ઇંચ, ભાવનગર શહેરમાં પોણો ઇંચ, તળાજા અને વલ્લભીપુરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઘોઘા અને ગારીયાધારમાં પણ વરસાદ શરૂ થયો છે.

વરસાદી માહોલ બંધાતા ધરતીપુત્રોમાં આનંદ

ગોહિલવાડ પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ હતું. આજે બુધવારે બપોરે ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ભાવનગર શહેરમાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના ઉમરાળામાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે ભાવનગરમાં જિલ્લાના ઉમરાળા 36 MM, ભાવનગર શહેરમાં 16 MM, તળાજામાં 11 MM, વલભીપુરમાં 9 MM, ગારીયાધારમાં 6 MM અને ઘોઘામાં 8 MM વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદી માહોલ બંધાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદની આગાહી
ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપરથી ભેજયુક્ત પવન પસાર થાય તો પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડ્યું હતુ અને હવે ચોમાસુ વિધિવત આરંભાયા બાદ ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ પડશે. જ્યારે હવામાન ખાતાના જણાવ્યા મુજબ શુક્રવાર સુધી મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સમયસર ચોમાસું જોવા મળશે. આ વખતે સરેરાશ કરતા વધુ વરસાદ પડશે એટલે આ વર્ષ સારું રહેવાની આશા સેવાઈ રહી છે.

મહુવાના કતપરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
મહુવા પંથકમાં આજે સાંજે જોરદાર ઝાપટા સાથે 4 મીમી વરસાદ પડતા પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીના ધજાગરા ઉડયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી વીજ સપ્લાય ખોરવાયો હતો. મહુવાના કતપર બંદર વિસ્તારના દરીયા કિનારે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. અને કતપર પાસે સારા એવા ઉંચા મોજા ઉછળ્યા હતા. મહુવા તાલુકાના બગદાણા અને મોણપર પંથકમાં પણ વરસાદનુ આગમન થવા પામેલ છે.

દેરી રોડમાં અનેક વાહનો લપસ્યા
શહેરના કૃષ્ણનગરના દેરી રોડ વિસ્તારમાં કોર્પો. દ્વારા ભૂગર્ભ ગટરનું કામ થયું હોય તથા પેવર બ્લોકનું કામ ચાલુ હોય આ વિસ્તારના રસ્તાઓ ચિકણી માટીને લીધે લપસણા થઈ ગયા છે જેથી અનેક વાહનો લપસ્યા હતા.

ક્યાં કેટલો વરસાદ ?

તાલુકોવરસાદ
ઉમરાળા36 મી.મી.
ભાવનગર16 મી.મી.
ઘોઘા14 મી.મી.
તળાજા11 મી.મી.
ગારિયાધાર09 મી.મી.
વલ્લભીપુર09 મી.મી.
જેસર06 મી.મી.

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...