તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દાંજલિ:કલમ અને કાગળથી લોકસાહિત્યના મોતી એકત્ર કરી મેઘાણીએ માળા બનાવી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી ઈશ્વરભાઈ પટેલે આપેલી શબ્દાંજલિ
  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 જન્મ જયંતીની થયેલી ઉજવણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે પણ ઝવેરચંદ મેઘાણીને ભાવસભર અંજલિ અર્પિત કરવા માટે સરદારનગર ખાતે આવેલા તેમના જ નામના "ઝવેરચંદ મેઘાણી હોલ " ખાતે 'કસુંબીનો રંગ' ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતી સાહિત્યના લુપ્ત થતાં સાહિત્યને ફરીથી તેજોમય તેજથી મઢેલા શબ્દોથી ઝવેરચંદ મેઘાણીએ પોતાના ઓજસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા અજરામર કર્યું છે.

તેમણે રચેલા કાવ્યો, નવલકથાઓ લોકકથાઓ, શૌર્યગીતો તેમના અવસાનના આટલાં વર્ષો પછી પણ સૌ સાહિત્યકારો અને આપણાં કંઠે ગૂંજી રહ્યાં છે. તેમની લેખની દ્વારા તેમણે ગુજરાતની જનતામાં શૌર્ય, બલિદાન,ત્યાગ પ્રેમ અને ખૂમારીના મૂલ્યોનું સિંચન કર્યું છે. કલમ અને કાગળ દ્વારા લોકસાહિત્યના મોતી એકઠાં કરી તેની માળા બનાવી માં ગુર્જરીને ચરણે સમર્પિત કરી છે તેવાં તેમના અમૂલ્ય પ્રદાનને વિસરી શકાશે નહીં.

આ અવસરે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, રઘુવીર કુંચાલા અને તેમની ટીમ દ્વારા ઝવેરચંદ મેઘાણીના સાહિત્યની શ્રવણીય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.કવિ મેઘાણીના જીવન - કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મેઘાણી સાહિત્યનું વિતરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...