મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની ઉંમરે નિધન:'ગ્રંથના ગાંધી' તરીકે ઓળખાતા મેઘાણી પંચમહાભૂતમાં વિલીન થયા, મોટા પુત્રએ મુખાગ્નિ આપી

ભાવનગર11 દિવસ પહેલા
  • લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના મોટા પુત્ર હતા મહેન્દ્ર મેઘાણી
  • ગઈકાલે ભાવનગરમાં 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા
  • મોરારિબાપુએ પત્ર લખી શ્રદ્ધાંજલિ આપી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર “લોકમિલાપ”ના સ્થાપક સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણીનું ભાવનગર ખાતેના તેમના નિવાસ્થાને 100 વર્ષની ઉમરે ગઈકાલે રાત્રે નિધન થયું હતું. આજે સવારે તેમની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી હતી જ્યાં તેમને બંને દીકરીઓ અને દીકરાઓ એ કાંધ આપી હતી, જયારે સિંધુનગર સ્મશાન ખાતે તેમના મોટા પુત્ર અબુલ મેઘાણીએ મુખાગ્નિ આપી હતી અને તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

અમેરિકામાં રહેતા તેના પરિવારજનોને મહેન્દ્રભાઈના ઓનલાઈન અંતિમ દર્શન કરાવ્યા
​​​​​​
અમેરિકામાં રહેતા તેના પરિવારજનોને મહેન્દ્રભાઈના ઓનલાઈન અંતિમ દર્શન કરાવ્યો હતા સાથે જ તેમના પરિજનો ઉપરાંત સાહિત્યકારો, ગઝલકારો, લેખકો, રાજકીય- સામાજિક આગેવનો તેમજ તેમના આદર્શ જીવનને અનુસરી જીવનપથ પર અગ્રેસર થનાર અનેક લોકો જોડાયા હતા. આ સમાચારથી સાહિત્ય જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનો ગામો ગામ જઈ પુસ્તકોનું વાંચન કરતા હતા
લોકમિલાપ'ના સ્થાપક - સંપાદક મહેન્દ્રભાઈ મેઘાણી કે જે ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' તરીકે બિરુદ પામ્યા હતા. તેમને 100 વર્ષની ઉમરે તેમના ભાવનગર ખાતેના ફૂલવાડી વિસ્તારમાં ઘરમાં ગતરાત્રીના અંતિમ શ્વાસ લીધા હતા. મહેન્દ્ર મેઘાણી ઝવેરચંદ મેઘાણીના નવ સંતાનોમાં સૌથી મોટા હતા. મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી ગત 20 જુનના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો, તેનો જીવનમંત્ર હતો સારું કામ કરવું અને લોકોની વચ્ચે જ રહી લોક મિલાપ કરવો, તેઓ શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનો ગામો ગામ જઈ પુસ્તકોનું વાંચન કરતા હતા, તેણે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના દિવસે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના મુંબઈ ખાતે કરી હતી અને બંધ 1978ની સાલમાં બંધ થયું હતું.

તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો
લોકમિલાપ'ના સ્થાપક સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં 'ગ્રંથના ગાંધી' બિરુદ પામ્યા હતા અને અત્યારે 96 વર્ષની ઉંમર સુધી પણ લેખન-વાચનમાં યથાશક્તિ વ્યસ્ત રહ્યા હતા. પોણી સદીથી મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો તેમજ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નીવડેલા સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન પ્રસારનું કામ કર્યું હતું અને ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો 'વિરામ' થયો છે.

મોરારિબાપુએ પત્ર લખી શ્રદ્ધાંજલિ અર્પી
મોરારિબાપુ દ્રારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીના નિર્વાણને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેના પત્ર લખતા જણાવ્યું હતું કે પ્રસિધ્ધિથી મુક્ત રહીને જેમણે સાહિત્ય પ્રત્યેની વિદ્યાની જ સેવા કરી છે એ સદૈવ યાદ રહેશે, એક સાધુ તરીકે મારી શ્રદ્ધાંજલિ તથા પરિવારજનોને દિલાસો પાઠવું છું.

પુસ્તકના યજ્ઞમાં તેણે આખું જીવન સમર્પિત કરી દીધું - પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા
ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ પુસ્તકાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈ આજે શાંત થયા, 100 વર્ષના લાંબુ આયુષ્ય દરમિયાન મોટા ગજાનું કામ એણે સમાજ પ્રત્યે અદા કર્યું છે, અને ગુજરાતી સાહિત્યના ચાહકોને ગુજરાત ભરમાં વાંચતા કરવા અને વાંચતા રાખવામાં એમનો ખૂબ મોટો ફાળો છે, લોક મિલાપ અને પ્રસાર જ્યાં ભારતભરમાં ઓછા શહેરો જે ગણ્યા ગાંઠ્યા શહેરો હશે જેમાં પુસ્તકોની નાનકડી દુનિયા હોય તમારા મનના પુસ્તકો જોઈ શકો વાંચી શકો અને ખરીદી શકો અને આ પુસ્તકોનું વાંચન ગુજરાતી સાહિત્યમાં પેઢી દર પેઢી વધતું જાય તે માટે મહેન્દ્રભાઈએ યજ્ઞ કર્યો છે પુસ્તકનું યજ્ઞ કહેવાય, પુસ્તકના યજ્ઞમાં તેણે આખું જીવન સમર્પિત કરી દીધું, એવા મહેન્દ્રભાઈ કે મારી જેવી બે ત્રણ પેઢીઓ છે જે બચપણ, જુવાની, પુખ્તવય જેવા અમને કંડારિયા છે તેવા મહેન્દ્રભાઈ આજે શાંત થયા છે, એમને મારી પુસ્તકાંજલિ અર્પણ કરું છું.

અન્ય સમાચારો પણ છે...