તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:મેઘાણી ઓડિટોરિયમ ભાવનગરમાં સૌ પ્રથમ વખત યોજાયો "ટેડ-એડ સ્ટુડન્ટ્સ ટોક" કાર્યક્રમ

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સહનશીલતા અને આદર, પુરૂષ અંગેની સમાજની માન્યતા પર ફેરવિચાર અને પુરૂષ સતામણી, નવી અને અજાણી બાબતો વિશે આપણો ડર પર ચર્ચા કરાઇ

જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા "ટેડ" (ટેકનોલોજી, એન્ટરટેઈનમેન્ટ, ડિઝાઈન) દ્વારા સામાજિક પ્રશ્નો, વૈયક્તિક વિકાસ,વૈજ્ઞાનિક અને ટેકનોલોજી તેમ જ કલાક્ષેત્રમાં હકારાત્મક પ્રેરણા આપતા સંભાષણોના કાર્યક્રમો યોજાય છે તે અંતર્ગત ભાવનગરમાં સૌપ્રથમ વખત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સ્ટુડન્ટ્સ ટોક શો યોજાયો હતો

જેમાં ધોરણ 6 થી 12 ના આઠ પ્રતિભાવાન વિદ્યાર્થીઓએ જુગાડ, સહનશીલતા અને આદર, પુરૂષ અંગેની સમાજની માન્યતા પર ફેરવિચાર અને પુરૂષ સતામણી, અન્યો વિશેની આપણી માન્યતાઓ, નવી અને અજાણી બાબતો વિશે આપણો ડર, શીખવવું એ શીખવાનો ઉત્તમ રસ્તો, વાળ ખેંચવા કે ચામડી ખોતરવા જેવી આપણી આદતો જેવા વણસ્પર્શ્યા અથવા અર્ધખેડાયેલા વિષયો પર વિશદ ચર્ચા કરી જેમાં આકાશ સિંગ, હલક પંડ્યા, શફક દેખૈયા, પુષ્ટિ વોરા, ગોલ્ડી પટેલ, શ્રેયા પ્રતિહારી , શ્રેયા મહેશ્વરી, ત્રિશા મહેશ્વરી, પરમીત કૌર વગેરે વક્તાઓએ શ્રોતાઓને પોતાના વિચારોથી અભિભૂત કર્યા હતા. આ સાથે ઋત્વિજ બોરીસાગર અને લિઝા-લિયા દેખૈયાએ ગાયન અને સંગીત પ્રસ્તુત કર્યાં હતાં અને જાનકી ધંધુકિયા અને ઉત્સવી ઝાએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું

.આમંત્રિતોમાં ભાવનગર રાજકુંવરીબા બ્રિજેશ્વરીકુમારી, સિલ્વર બેલ્સ સ્કૂલના અમરજ્યોતિબા ગોહિલ, ડીવાયએસપી શ્રી ચૌધરી, લેખિકા સીમા ખોલિયા, ડૉ. નિમિત્ત ઓઝા, હિમલ પંડ્યા, સેન્ટ્રલ સોલ્ટ ના ડાયરેક્ટર ડૉ. કન્નન, જિલ્લા શિક્ષણાધિકારી વગેરે નાની ઉંમરના વક્તાઓની પ્રતિભાની અભિભૂત થયા હતા અને ભવિષ્યમાં આવા સુંદર કાર્યક્રમો આપતા રહે અને એની સમાજ પર હકારાત્મક અસર પડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પુષ્ટિ વોરાએ કરેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો