વરસાદનું ઓડિટ:મેઘાના રિસામણા : જિલ્લામાં આ વર્ષે વરસાદમાં 48%ની જબ્બર ઘટ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં વરસાદમાં 56.33 ટકાની ઘટ
  • ગત વર્ષે આ સમયે જિલ્લામાં એવરેજ વરસાદ 400 મી.મી. હતો તે આ વર્ષે ઘટીને 208 મી.મી. થઇ ગયો : ધોધમાર વરસાદ માટે ઠેરઠેર પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ

ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ અને હવે શ્રાવણ માસમાં પણ મેઘરાજા રિસાયેલા રહેતા ચોમાસામાં વરસાદમાં જબ્બર ઘટ નોંધાઇ છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધીમાં 400 મી.મી. વરસી ગયો હતો તે આ વર્ષે ઘટીને 208 મી.મી. થઇ ગયો છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં 48 ટકાની ઘટ આવી છે. ભાવનગર શહેરમાં તો આ વર્ષે વરસાદમાં ગત વર્ષની તુલનામાં વરસાદમાં 56.33 ટકાનો નોંધપાત્ર ઘટ આવી છે.

આ વર્ષે આરંભે તો મેઘરાજાએ પ્રમાણમાં સંતોષકારક મહેર વરસાવી હતી પણ બાદમાં અષાઢમાં તદ્દન ઓછો અને શ્રાવણમાં તો હજી નહિવત કહેવાય એવો વરસાદ ગોહિલવાડ પંથકમાં વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષે 14 ઓગસ્ટે સરેરાશ 400 મી.મી. વરસાદ વરસી ગયો હતો તે આ વર્ષે ઘટીને 208 મી.મી. થઇ ગયો છે. એટલે કે ઇંચની દ્રષ્ટિએ 7.68 ઇંચની ઘટ રહી ગઇ છે.

શહેરમાં વરસાદમાં સૌથી વધુ 14 ઇંચની ઘટ
ભાવનગર શહેરમાં ગત 14 ઓગસ્ટ,2020 સુધીમાં કુલ વરસાદ 611 મી.મી. વરસી ગયો હતો એટલે કે 24.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. તે આ વર્ષે આજ .સુધીમાં માત્ર 265 મી.મી. એટલે કે 10.60 ઇંચ જ થયો છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ભાવનગર શહેરમાં વરસાદમાં 13.84 ઇંચની ઘટ રહી ગઇ છે.

આ વર્ષે અને ગત વર્ષે વરસાદની તુલના
તાલુકાઆ વર્ષેગત વર્ષેઘટ
ભાવનગર265 મી.મી.611 મી.મી.-346 મી.મી.
ગારિયાધાર259 મી.મી.340 મી.મી.-81 મી.મી.
ઘોઘા203 મી.મી.322 મી.મી.-119 મી.મી.
જેસર141 મી.મી.446 મી.મી.-305 મી.મી.
મહુવા253 મી.મી.591 મી.મી.-338 મી.મી.
પાલિતાણા271 મી.મી.363 મી.મી.-92 મી.મી.
સિહોર129 મી.મી.237 મી.મી.-108 મી.મી.
તળાજા130 મી.મી.296 મી.મી.-160 મી.મી.
ઉમરાળા219 મી.મી.392 મી.મી.-173 મી.મી.
વલ્લભીપુર213 મી.મી.401 મી.મી.-188 મી.મી.
સમગ્ર જિલ્લો208 મી.મી.400 મી.મી.-192 મી.મી.
અન્ય સમાચારો પણ છે...