મેઘ કહેર:ભાદરવામાં ભાલ પંથકમાં મેઘમહેર બની મેઘ કહેર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી વહેણ ખુલ્લા કરાવવા આવશ્યક

ભાવનગર તાલુકાના ભાલ પંથકના ગામોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ભાલ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમજ ઉપરવાસના પાણી ખેતરોમાં ઘુસી જતા હજારો હેક્ટર જમીનમાં મોટાપાયે થયું નુકસાન થયુ઼ છે. ગમે વર્ષ હોય ભારે વરસાદ વરસે એટલે ભાલમાં ખેડૂતોને આ રીતે અકલ્પનિય નુકશાન થાય છે. તેનો કાયમ ઉકેલ અત્યંત આવશ્યક છે.

ભાલ પંથકમાં ખેડૂત જુવાર તેમજ કપાસની ખેતી કરતા હોય છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે ખેડૂતોનું કહેવું છે કે વર્ષો પહેલાંના કુદરતી પાણીના વેહણ ઉપર દબાણો કરી દેવામાં આવ્યા છે.

માત્ર આ વર્ષે જ નહીં પણ ગમે વર્ષમાં ભારે વરસાદ વરસે અને ઉપરવાસના પાણીનો નિકાલ ન હોવાથી ખેડુતોને વારંવાર નુકશાનીનો સામનો કરવો પડે છે આવા કુદરતી વહેણ ખુલ્લા કરાવી વરસોથી થતી નુકસાની અટકાવવા ભાલ પંથકના ખેડુતોની પ્રબળ માંગ છે

અન્ય સમાચારો પણ છે...