તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિમોલિશન:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું મેગા ઓપરેશન "ડિમોલિશન", 30થી વધુ દબાણો જડમૂળથી હટાવી દેવાયા

ભાવનગર20 દિવસ પહેલા
 • કરોડો રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરી કબ્જો તંત્ર હસ્તગત કરવામાં આવ્યો

ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા લાંબા સમય પછી શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ પ્રેસ રોડ સ્થિત અનેક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરી કબ્જો તંત્ર હસ્તગત કરવામાં આવ્યો છે.

ચારથી વધુ જેસીબી, ટ્રક તથા વિશાળ પોલીસ કાફલા સાથે ડિમોલિશન હાથ ધર્યું

શહેરના વિવિધ વિસ્તારોમાં સરકાર માલિકીની જમીનો પર આસામીઓ દ્વારા ગેરકાયદેસર પેશકદમી કરી લાખો-કરોડોની કિંમત ધરાવતી જમીનો પર કબ્જો કરી આર્થિક ઉપાર્જન સાથે રહેણાકી મકાનો ખડકી દેવામાં આવે છે. અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ બીએમસીની દબાણ હટાવ સેલના અધિકારીઓ- કર્મચારીઓએ ચારથી વધુ જેસીબી, ટ્રક તથા વિશાળ પોલીસ કાફલા સાથે ડિમોલિશન હાથ ધર્યું છે.

નોટિસ ફટકારવા છતા દબાણો દૂર ન કરતાં આજે તંત્ર એ કડક કાર્યવાહી કરી

શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ વાલકેટ ગેઇટ પોલીસ ચોકીથી પ્રેસ રોડ પર અનઅધિકૃત ખડકાયેલા દબાણોનો સફાયો કરવા પહોંચ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલ ઓપરેશન ડિમોલિશનમાં 30થી વધુ દબાણો જડમૂળથી હટાવી જેતે સ્થળની વીડિયોગ્રાફી કરી સરકારી જમીનનો કબ્જો સંભાળ્યો હતો. દૂર કરાયેલા દબાણોમાં કાચા-પાકાં મકાનો, દુકાનો, ઓટલાઓ, વાડાઓ સહિતના દબાણોનો સમાવેશ થાય છે. દબાણ કરેલા આસામીઓને વારંવાર નોટિસ ફટકારવા છતા દબાણો દૂર ન કરતાં આજે તંત્ર એ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

કાળીયાબિડ ઉપરાંત ગૌરીશંકર સરોવરની ડૂબની જમીન પર પણ દબાણો છે

લાંબા સમય પછી આળસ મરડીને બેઠાં થયેલ દબાણ હટાવ સેલ સામે જાગૃત જનતા એવાં પણ સવાલો ઉઠાવી રહી છે કે નાના દબાણકારો પર આકરી તવાઈ જયારે કોર્પોરેશનની સભામાં કાળીયાબિડ વિસ્તારમાં મોટા માથાઓ તથા રાજકીય વગ-શરણ ધરાવતા ખેરખાઓ દ્વારા કરાયેલા મસમોટા દબાણોનો મુદ્દો શાસકપક્ષ અને વિપક્ષે પણ ઉઠાવેલો છે. જે દબાણોની તંત્ર એ કબુલાત પણ કરી છે. પરંતુ આવા દબાણોને આજદિન સુધી દૂર કરવામાં નથી આવ્યાં. કાળીયાબિડ ઉપરાંત ગૌરીશંકર સરોવર(બોરતળાવ) ની ડૂબની જમીન પર પણ દબાણો છે. જે અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઈ છે. આમ છતાં આવા માથાભારે આસામીઓનો વાળ પણ વાંકો નથી થતો આવું શા માટે.....?!!! એવાં સવાલો પણ લોક માનસમાં ઉદ્દભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો