તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોક ઓફ ધ ટાઉન:ક્રિપ્ટો કરન્સી, ગોલ્ડના સટ્ટામાં નાણા ગુમાવનારાની વાઘાવાડી રોડ અને દેવુબાગ ખાતે ઠેર ઠેર મીટીંગો

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિપિંગ વ્યવસાયકાર, તબીબ પુત્ર, ટ્રાવેલ્સ સંચાલક શંકાના વમળમાં : ફરિયાદની તજવીજ

વધુ વ્યાજ આપવાની લાલચ આપી ભાવનગરના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ક્રિપ્ટો કરન્સી અને ગોલ્ડના સટ્ટામાં રહી છે , અને ફરિયાદની તજવીજ હાથ ધરાઈ રહી છે. ભાવનગર શહેરમાં કરોડો રૂપિયા ગુમાવનાર લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે, અને સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. દર મહિને ચારથી છ ટકા વ્યાજ આપવાની લાલચ આપી અને પ્રતિ સપ્તાહ વ્યાજ નિયમિત રીતે ચૂકવણી કરતા રોકાણકારોનાં અચાનક કોઈ સ્કીમોમાં અટવાઈ જતા ભાવનગરના રોકાણકારો ના કરોડો રૂપિયા હોવાથી ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે. રવિવારે વાઘાવાડી રોડ પર સુરભી મોલમાં એમએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ પ્રા.લિ.,ની ઓફિસની બહાર મોટી સંખ્યામાં રોકાણકારો ઉમટી પડ્યા હતા.

ક્રિપ્ટો કરન્સી અને ગોલ્ડના સટ્ટામાં કરાતા રોકાણ બાબતે ભાવનગરના હજારો રોકાણકારોને ઊંચા વ્યાજ આપવાની સ્કીમો માં આકર્ષિત કરવામાં આવ્યા હતા. માસિક 4થી 6 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હોવાથી રોકાણકારો વધુ નાણાં કમાવવાની લાલચમાં ભેજાબાજો ની સ્કીમોમાં આકર્ષાઈ રહ્યા હતા. પ્રતિ સપ્તાહ આવા ઉંચા વ્યાજની ચુકવણી પણ નિયમિત રીતે કરાતી હોવાથી વધુ અને વધુ રોકાણકારો આ સ્કીમમાં આકર્ષાઈ રહ્યા હતા.

શિપિંગ વ્યવસાયકાર, તબીબ પુત્ર, ટ્રાવેલ્સ સંચાલક સહિતના લોકો આવી લોભામણી સ્કીમોનો ચલાવી રહ્યા હતા. ભાવનગરના હજારો રોકાણકારો દ્વારા કરોડો રૂપિયા આવી સ્કીમોમાં રોકવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના રોકાણ મેળવનાર પૈકી એક યુવકનું અકાળે અવસાન થતાં, અને તબીબી પુત્ર થતા શિપિંગ વ્યવસાયકાર ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોના કરોડો રૂપિયા સલવાઈ ગયા છે અને હવે ઠેરઠેર પોતાના નાણાં પરત મેળવવા માટે મિટિંગોનો દોર શરૂ થયો છે.

ભાવનગરના કરોડો રૂપિયા આવી સ્કીમોમાં સલવાઈ ગયા હોવાથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. નાના-મોટા 3000થી વધુ રોકાણકારોના 300 કરોડ રૂપિયાથી વધુ ની રકમ જુદી-જુદી આવી સ્કીમોમાં ભેજાબાજો દ્વારા સલવાઈ ગયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. વાઘાવાડી રોડ અને દેવુબાગ ખાતે મોટી સંખ્યામાં નાના ગુમાવનાર રોકાણકારો અલગ અલગ જગ્યાએ મિટીંગો કરી રહ્યા છે અને આગળની રણનિતી શું નક્કી કરવી તેના અંગે વિચારણાઓ પણ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો