વિશદ્દ ચર્ચા:ચોમાસાને વધાવવા અને પ્રિ-મોન્સુન આયોજન માટે તંત્રવાહકોની બેઠક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસામાં લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને કુદરતી આફતના સમયે પહોંચી વળાય તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશદ્દ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના શરૂ કરવાના કંટ્રોલ રૂમ જણાવ્યું હતું.

કલેક્ટરએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. જી.ઇ.બી. દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.

મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવાં, જાન-માલના કિસ્સામાં મૃતદેહો સંભાળવા, સોંપવા તથા નિકાલ કરવાની તૈયારીઓ રાખવાં જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા પણ કલેકટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...