તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મેડિકલ કોલેજનાં છાત્રોનો મિક્સોપેથી સામે પ્રબળ વિરોધ

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સરકારી મેડિકલ કોલેજ ભાવનગર નાં વિધાર્થીઓ દ્વારા મિક્સોપેથી નાં વિરોધ માં હળતાલ કરવામાં આવી હતી. તાજેતરમાં સરકાર દ્વારા આયુર્વેદિક ડોકટરો ને 58 પ્રકારની એલોપેથિક સર્જરીઓ નાં સંદર્ભે દેશભર માં વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. ભાવનગર નાં આગેવાનો પણ જોડાયા હતા. આ સમગ્ર લડાઈ ખીચડી ડોકટરો સામે છે અને વિરોધ દરમિયાન નારાઓ લગાવવામાં આવી રહ્યા છે.

સર.ટી હોસ્પિટલ ખાતે તા. 13 અને તા.14 ફેબ્રુઆરી નાં રોજ બપોરે 12 થી 2 નાં સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં ચાલી રહેલી હડતાળ ને સમર્થન આપવા માટે વિરોધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને આગેવાનો નાં કહેવા મુજબ અમારો વિરોધ આયુર્વેદિક ડોકટર સામે નથી પરંતુ બે પ્રકારની સારવાર ની પદ્ધતિઓને ભેળવવા માટે છે. જેના લીધે ભારતની સ્વાસ્થ્ય પદ્ધતિ ને મોટું નુક્સાન થઈ શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો