સુવિધા:પાલિતાણા ખાતે શેત્રુંજય યુવક મંડળ અને જૈન ગેમ્સ, લંડનના સહયોગથી મેડિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી

શેત્રુંજય યુવક મંડળ અને આદપુર ગ્રામ પંચાયતના સહયોગથી આદપુર ગામમાં મેડિકલ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી છે.આ મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી અને જૈન શ્રેષ્ઠી અમિતભાઈએ ગામનાં સરપંચ, તાલુકા સભ્ય અને ગ્રામજનોની હાજરીમાં કર્યું હતું.

1 હજારથી વધારે દર્દીઓની સારવાર થઈ ચૂકી
આ મેડિકલ કેન્દ્રની શરૂઆત કરવામાં જૈન ગેમ્સ ગૃપ, લંડનનો મોટો ફાળો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય યુવક મંડળ દ્વારા આજે બીજા મેડિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 1 હજારથી વધારે દર્દીઓની સારવાર થઈ ચૂકી છે.

પાલિતાણામાં આરોગ્ય સેવામાં વૃધ્ધિ
પ્રાંત અધિકારી ગઢવીએ આ આરોગ્ય કેન્દ્રની શરૂઆત થવાથી પાલિતાણામાં આરોગ્ય સેવામાં વૃધ્ધિ થઇ છે. પાલિતાણા નગર અને તેની આસપાસના લોકોને તેનાથી વ્યાપક આરોગ્ય સુવિધા મળશે. તેમણે ગ્રામજનોની સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવી કોઇ બિમાર જ ન પડે તે માટે અનુરોધ કર્યો હતો.

વ્યસનમુક્તિ અભિયાન અને કુપોષણ હટાવો
શેત્રુંજય યુવક મંડળના યુવાનો દર રજામાં મુંબઇથી સેવાના કાર્યો માટે પાલીતાણા આવે છે. આ પાલીતાણામાં બીજું દવાખાનું છે. ભવિષ્યમાં વ્યસનમુક્તિ અભિયાન અને કુપોષણ હટાવો જેવાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેની ભૂમિકા પણ આ અવસરે રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...