એડમિશનનો કાર્યક્રમ:MBA-MCAમાં ખાલી બેઠકો ભરવાનો કાર્યક્રમ, ખાનગી અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 ડિસે.થી 19 ડિસેમ્બર દરમિયાન ખાલી બેઠકો પર સંસ્થા દ્વારા એડમિશન અપાશે

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જણાવાયું છે કે શૈક્ષણિક વર્ષ 2020-21ની એમ.બી.એ.-એમ.સી.એ.અભ્યાસક્રમોની સીમેટ-2020 વિદ્યાર્થીઓની ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 14 ડિસેમ્બરને સોમવારે પૂર્ણ કરેલી જાહેર કરવામાં આવશે.આ પ્રક્રિયા બાદ હવે અનુદાનિત(ગ્રાન્ટેડ) તથા સેલ્ફ ફાયનાન્સ એમ.બી.એ.-એમ.સી.એ. સંસ્થાઓ ખાતે ખાલી રહેલી બેઠકો પણ પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે. જે મુજબ 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન આ સંસ્થાઓમાં ખાલી રહી ગયેલી બેઠકો પર પ્રવેશનછ કાર્યવાહી કરવામાં આવશે. 22 ડિસેમ્બરે આ સંસ્થાઓ દ્વારા પોતાની વેબસાઇટ પર સંસ્થાઓનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 24 ડિસેમ્બર એડમિશન માટે અંતિમ તારીખ રહેશે. આ કોર્સીસ માટેની ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓમાં અઢમિશન માટે વિદ્યાર્થીઓએ સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવારોએ સ્વખર્ચે જે તે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. મેરિટ લિસ્ટ જે તે પ્રવેશવર્ષ માન્ય સીમેટ/કેટના સ્કોર પર અથવા સંસ્થા દ્વારા જાહેર કરેલી કોઇ પણ મેરિટ યોજના આધારિત રહેશે. જે તે પ્રવેશ વર્ષના સીમેટ/કેટ આપેલા વિદ્યાર્થીઓને અગ્રતા ક્રમ આપવામાં આવશે.બે રાઉન્ડના અંતે ખાલી બેઠકોની માહિતી તા.14 ડિસેમ્બરે સમિતિની વેબસાઇટ www.jacpcldce.ac.in પર mba-mca ની લિંક જોવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...