તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રી સશક્તિકરણ:દીકરીઓને સશક્ત બનાવવા મેયર કીર્તિબેન ચલાવી રહ્યા છે અભિયાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શાળાઓમાં કરાટે ક્લાસીસથી માંડીને કોલેજોમાં મહિલાઓને લગતા કાયદાનું જ્ઞાન આપે છે અને મહિલાઓને લગતા કાયદાનો દુરૂપયોગ ન કરવાની શીખ આપે છે. ભાવનગરમાં મેયર બનેલા કીર્તિબેન દાણીધારીયા સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ તો છે જ ઉપરાંત તેઓ દિલ્હીમાં 10 વર્ષ પૂર્વે નિર્ભયાકાંડ થયો હતો ત્યારથી દીકરીઓને મજબૂત કરવા માટેનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. અગાઉ તેમણે તે માટે કરાટેના ક્લાસીસ દ્વારા શાળાની દીકરીઓને સશક્ત બનાવવાનું કામ હાથમાં લીધું હતું.

તેના વિશે વાત કરતા કીર્તિબેન જણાવે છે કે, કરાટે જેવી તાલીમથી દીકરીઓ પોતે જ પોતાનું રક્ષણ કરી શકે છે.તેનાથી આત્મનિર્ભરનો ગુણ વિકસે છે. તેના માટે ટી બી જૈન કન્યા શાળા, માજીરાજ કન્યાશાળા,મહિલા બાગ સહિતની જગ્યાઓએ કેમ્પ યોજયા હતા અને ત્યારબાદ અત્યાર સુધી કરાટે કોચ સાથે સંપર્કમાં રહીને જે દીકરીઓને શીખવાની ઈચ્છા હોય તેમને કરાટેની તાલીમમાં જોડવા માટે પ્રયત્ન શરૂ છે. ઉપરાંત આંગણવાડી, મહિલા કોલેજોમાં જઈને બહેનોને લગતા કાયદા વિશે પણ માહિતી આપવાનું કાર્ય કરી રહ્યા છે.

કોચિંગ ક્લાસ કરીને આત્મવિશ્વાસ વધ્યો
કરાટેની તાલીમ મેળવીને તેનો કોચિંગ ક્લાસ તો પૂરો થઈ ગયો પરંતુ ત્યારબાદ મારી લાઇફમાં આત્મવિશ્વાસનો વધારો થયો છે. જેના કારણે મને કોલેજ શિક્ષણથી માંડીને સરકારી નોકરી મેળવવા સુધીનો ફાયદો થયો. મને લાગે છે કે કદાચ મેં કરાટેની તાલીમ મેળવી ન હોત તો અત્યારે સરકારી નોકરી મેળવવા સુધીની કારકિર્દી આત્મવિશ્વાસથી મળી ન હોત. > અપૂર્વાબેન મકવાણા,

અન્ય સમાચારો પણ છે...