બેઠક:મેયર તમે બોર્ડ માટે અસક્ષમ હો તો ડેપ્યુટી મેયરને ચાન્સ આપો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્પો.ની સભામાં સભ્યો વારંવાર કંટ્રોલ બહાર જતા ભાજપના હોદ્દેદારોની ડહાપણભરી સલાહ

ભાવનગર કોર્પોરેશનની સાધારણ સભા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સભ્યોની મળેલી સંકલનની બેઠકમાં હોદ્દેદારો દ્વારા મેયરને સ્પષ્ટપણે જો તેઓ દ્વારા બોર્ડ ચલાવવામાં સક્ષમતા ન હોય તો ડેપ્યુટી મેયરને ચાન્સ આપવા સલાહ આપી હતી. જોકે મેયર દ્વારા બોર્ડ સંભાળી શકવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું. મેયરની હયાતીમાં ડેપ્યુટી મેયરને બોર્ડ સંભાળવાની વાતથી સભ્યો પણ અવાક બની ગયા હતા.

આજે મળેલી સંકલનની બેઠકમાં મેયર કીર્તિબેન દાણીધારીયાને સાધારણ સભા દરમ્યાન સભ્યો કંટ્રોલ બહાર જતા હોવાથી અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા પણ અવાર નવાર સભાને માથે લેતા હોવાથી જો તેઓ દ્વારા બોર્ડ સંભાળી શકે તેમ ન હોય તો ફોન રિસીવ કરવા સહિતના બહાના બતાવી ચાલુ બોર્ડ દરમિયાન નીકળી જઈ ડેપ્યુટી મેયરને મેયરની ભૂમિકા માટે ચાન્સ આપવા જણાવાયું હતું.

જોકે મેયર કીર્તિબેને પોતે બોર્ડ સંભાળી શકવા સક્ષમતા દર્શાવી હતી. સંકલનની બેઠકમાં આગોતરી રજા માગ્યા સિવાય ગેરહાજર હોય એવા નગરસેવકોને પણ શિસ્તભંગની નોટિસ આપવા ચહલપહલ શરૂ થઇ હતી. આજે સંકલનમાં ત્રણથી ચાર નગરસેવકો સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવા પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...