તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રાઈઝ ચેકીંગ:મેયર, ડે.કમિશ્નરનું મહાપાલિકામાં ચેકિંગ, અનેક લેટલતીફો રંગેહાથ ઝડપાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપ્રાઈઝ ચેકીંગના કારણે કામચોર કર્મચારીઓમાં ફફડાટ

ભાવનગર મહાપાલિકા કચેરીમાં મેયર તથા ડેપ્યુટી કમિશ્નર દ્વારા ઉઘડતી કચેરીએ એકાએક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ચોંકાવી દિધા હતાં, આ અણધારી વિઝીટ દરમ્યાન અનેક લેટ લતીફો હાથોહાથ આવી જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

મેયર કીર્તિબેન દાણીધારીયાને અરજદારો દ્વારા વ્યાપક ફરિયાદો મળી હતી કે કચેરીનાં રૂટિન સમય પૂર્વે જ અનેક કર્મચારીઓ ઘરે જતાં રહે છે અને કચેરી શરૂ થયે મોડાં આવે છે અને કેટલાક કર્મીઓ હાજરીની પણ નોંધ કરતાં નથી આથી આજરોજ કચેરી શરૂ થવાનાં સમયે જ મેયર કીર્તિબેન દાણીધારીયા ડેપ્યુટી કમિશ્નર ગોહિલે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અનેક આળસુ કર્મચારીઓ મોડાં આવ્યાં હતાં તો કેટલાક કર્મચારીઓ એ સમયસર આવ્યાં બાદ પોતાની હાજરી રજીસ્ટર કરાવી ન હતી આથી આવાં કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં મોડા આવેલા કર્મીઓની અડધા દિવસની ગેરહાજરી લખી હતી તથા જેણે હાજરી નોંધાવી ન હતી એ કર્મચારીઓ ની પૂર્ણ ગેરહાજરી કરી સજા કરી હતી મેયર-ડે.કમિશ્નર દ્વારા એકાએક સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરતાં કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો તો અધિકારી ગણમા આ મુદ્દો ચર્ચા નો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...