તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમા પલટો:બોટાદમાં કડાકા ભડાકા સાથે માવઠુ, થોડા વરસાદમા વીજળી ગૂલ થઇ ગઇ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં વાદળોનો જમાવડો હોવાથી ચૈત્રનો તાપ હજુ જામતો નથી
  • ભાવનગર રોડ અંડરબ્રીજમા પાણી ભરાયા

બોટાદમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સાંજના સમયે વાતાવરણમા અચાનક પલટો આવતા પવનના સુસવાટા સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા લાગે છે જેને લઇ વાતાવરણમા ઠંકડ પ્રસરી જાય છે. આજે પણ વીજ ગર્જના સાથે માવઠું થયું હતુ. જ્યારે ભાવનગર શહેરમાં બે દિવસથી ગગનમાં વાદળોનો સતત જમાવડો હોવાથી ચૈત્રી તાપ જામતો નથી. મે માસના આરંભે ગરમીનો પારો 40 ડિગ્રી હોય છે પણ આજે શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જો કે રાત્રે ઉષ્ણતામાન વધીને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

બોટાદ શહેર અને આજુબાજુના ગામડાઓમા છેલ્લા પાંચ દિવસથી સાંજના સમયે વાતાવરણમા અચાનક પલટો આવતા સુસવાટા મારતા પવન વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા માંડે છે અને જોતજોતામા રોડ ઉપર પાણી ચાલવા માંડે છે બે દિવસ પહેલા પડેલ વરસાદના લીધે ભાવનગર રોડ ઉપર રેલવે લાઇનમા બનાવવામા આવેલ અંડર બ્રીજમા પાણી ભરાય રહેતા આ રસ્તો ત્રણ દિવસથી બંધ થઇ ગયો હતો જેને લઇ વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા હતા.

પાંચ દિવસથી સાંજના સમયે વાતાવરણમા પલટો આવતા વરસાદ વરસતા જી.ઇ.બી.ની પોલ ખુલી ગઇ હતી અને જ્યા વરસાદ વરસવાનુ ચાલુ થાય ત્યાંજ વિજળી ગુલ થઇ જતી હોય છે આમ હજી ચોમાસાની શરૂઆત નથી થઇ ત્યાં જી.ઇ.બી.તંત્રની પોલ ખુલી ગઇ હતી.દરમિયાનમાં ભાવનગર શહેરમાં સામાન્ય રીતે મે માસના આરંભે તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતું હોય છે.

પણ આજે શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન ગઇ કાલે 26 ડિગ્રી હતુ તે આજે 2 ડિગ્રી વધીને 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ 2 ટકા ઘટીને આજે 29 ટકા નોંધાયું હતુ. જ્યારે શહેરમાં પવનની ઝડપ 2 કિલોમીટર વધીને આજે 16 કિલોમીટર નોંધાઇ હતી.

ભાવનગરમાં ગત વર્ષની તુલનામાં તાપમાનમાં થયેલો ઘટાડો

તારીખઆ વર્ષેગત વર્ષેઘટ
1 મે38.1 ડિગ્રી39.5 ડિગ્રી-1.4 ડિગ્રી
30 એપ્રિલ38.4 ડિગ્રી41.6 ડિગ્રી-3.2 ડિગ્રી
29 એપ્રિલ38.5 ડિગ્રી42.1 ડિગ્રી- 3.6 ડિગ્રી
28 એપ્રિલ38.8 ડિગ્રી40.1 ડિગ્રી- 1.3 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો