સૌરાષ્ટ્રમાં આજથી માવઠાની આગાહી વચ્ચે વલભીપુર, જેસર અને ગઢડા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ડુંગળી, ઘઉં, ચણા, બાજરી જેવા તૈયાર પાકોને મોટું નુકસાન થયાની દહેશત છે.આ અગાઉ પાકના ભાવ ઓછા મળ્યા હતા તે પ્રશ્ન હતો ત્યા માવઠાથી ખેડૂતોને બેવડો માર પડ્યો છે.
વલભીપુર શહેર અને પંથકમાં ઢળતી સંખ્યા સમયે એકાએક જોરદાર પવન સાથે વીજળી ના ચમકારા સાથે વરસાદ શરુ થવા સાથે ખેડુતો ના જીવ અઘરતાલ થઈ ગયા હતા કારણ કે હજુ ખેતર વાડીઓ મા ધંઉ,ચણા અને અન્ય પાકો નું માોટાભાગના ખેડુતો ને બાકી છે ઉપરાંત પશુઓનો ખુલ્લા રાખેલા ઘાસચારો પણ પલળી ગયો છે. પંથક ના દરેડ, કાળાતળાવ, મેલાણમાં માવઠા ના અહેવાલ મળે છે માવઠા ના કારણે વિજ પુરવઠો વારંવાર ખોરવાય છે વલભીપુર મા કુદરતી વીજળી એ વિજ કંપની ની વીજળી ખોરવી નાંખી છે.
જેસર તાલુકામાં બપોરના પાંચ કલાકે શરૂ થયેલા જોરદાર પવન સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેસર તેમજ તાલુકાના ગામડાઓમાંથી મળતી વિગત અનુસાર બપોરના સમયે જોરદાર પવન સાથે આવેલા માવઠાએ તાલુકાના ખેડૂતો દોડતા કરી દીધા હતા જોરદાર વરસાદ સાથે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે ગામની બહાર પાણી કાઢી નાખ્યા હતા. તેમજ તાલુકાના ગામડાઓમાં પણ માવઠાની અસર જોવા મળી હતી.
જેમાં દેપલા રાણીગામ ચીરોડા કાત્રોડી પા ઝડકલા છાપરીયાળી કરજાળા તાતણીયા જેવા ગામોમાં ભારે વરસાદના ઝાપટાઓ વરસી ગયો હતો તેમજ ખેડૂતોના તૈયાર પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે જેમાં ડુંગળી, ઘઉં, ચણા, બાજરી જેવા તૈયાર પાકોને મોટું નુકસાન થયું હતું સાવરકુંડલા ચોકડી તેમજ મહુવા ચોકડી જેવા વિસ્તારોમાં દુકાનના હોર્ડિંગ ઉડી ગયા હતા અને વૃક્ષોનો સોથ વળી ગયો હતો.
ગઢડા(સ્વામીના) શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાઓમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો થયો હતો. જોરદાર પવન અને કડાકા ભડાકા વચ્ચે વરસાદી માહોલથી લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો. આ વાતાવરણ પલટા બાદ શહેર અને કેટલાક ગામોમાં વધુ ઓછો ત્રૂટક ત્રૂટક વરસાદ થતા કમોસમી માવઠું સર્જાયું હતુ. આ માવઠાના કારણે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખેતીમાં ઉભેલા મોલને નુકશાન થાય તેવી પરિસ્થિતિ વચ્ચે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.