ઠંડીની તીવ્રતામાં ઘટાડો:ગારિયાધાર પંથકમાં માવઠાથી શિયાળુ પાકને નુકશાન, ભાવનગરમાં બુધવારે મધ્ય રાત બાદ કમોસમી છાંટા વરસ્યા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાં વધતું જતું ભેજનું પ્રમાણ અને અપર એર સર્ક્યુલેશનથી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે ગારિયાધાર પંથકમાં કસોસમી વરસાદ વરસતા શિયાળુ પાકને નુકશાનીની ભીતિ સર્જાઇ છે. ગારિયાધારમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. કમોસમી વરસાદના કારણે હંમેશા ખેતીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે કપાસ અને જુરૂ જેવા શિયાળુ પાક ઉપરાંત પશુઓના ઘાસચારા અને લઈને મોટી સમસ્યા ઉભી થઇ શકે છે.

જ્યારે ભાવનગર શહેરમાં બુધવારે રાત્રે 1.45 કલાકે શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હતા બાકી ગોહિલવાડ પંથકમા વાદળછાયુ વાતાવરણ છે અને માવઠું વરસે તેવા માહોલથી ધરતીપુત્રો ચિંતાતૂર થઇ ગયા છે. ગારિયાધાર શહેર તેમજ પંથકમાં બપોરના ૩ વાગ્યા આસપાસ ધીમીધારે વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ.રોડ રસ્તા પલળે તેવો વરસાદ પડ્યો હતો.આ હળવાં ઝાપટાથી કપાસ, જીરૂ જેવા પાકોને નુકશાન થશે તેવુ ખેડુતો કહી રહ્યા હતા.ગારિયાધાર શહેર તેમજ પંથકમાં પણ વરસાદનુ હળવુ ઝાપટુ વરસ્યુ હતુ.આમ ગારિયાધાર શહેર તેમજ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ.

ભાવનગર શહેરમાં પણ આજે સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. ગઇ કાલ બુધવારે મોડી રાત બાદ 1.45 કલાકે શહેરના કાળીયાબીડ અને ભરતનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી છાંટા વરસતા રોડ ભીના થઇ ગયા હતા. આજે પણ સવારથી જ વાદળો છવાયેલા હોય માવઠાની ભીતિ યથાવત છે.

શહેરમાં આજે મહત્તમ તાપમાનનો આંક વધીને 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો જે ગઇ કાલે ઘટીને 28.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 21.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 22.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા તદ્દન ઘટી ગઇ હતી. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું હતુ જ્યારે પવનની ઝડપ બે કિલોમીટર ઘટીને આજે 14 કિલોમીટર નોંધાઇ હતી.

ભાવનગરમાં આજે પણ માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...