તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:શેત્રુંજી નહેર વાટે છોડાતા કિંમતી પાણીનો ભારે વેડફાટ

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નદી,નાળા,વોંકળા મારફત નહેરનું બહાર વહેતું પાણી
 • તંત્ર દ્વારા સ્ટાફ પેટ્રોલીંગ અને SRP બંદોબસ્તની ખાત્રી છતા કેનાલોનું પાણી અન્યત્ર વહી રહ્યું છે

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી જળાશય આ વર્ષે પૂર્ણ રૂપે ભરાયા બાદ તેનાં પાણીથી કમાંડ વિસ્તારનાં બારમાસી ખેતીને પિયત મળી શકે તેવી સ્થિતિમાં સિંચાઇ સલાહકાર કમીટીનાં નિર્ણય મુજબ રબિ (શિયાળુ) પિયત માટે શેત્રુંજી નહેર કમાંડ વિસ્તારની 12 હજાર હેકટર જમીન પૈકી 6 હજાર હેકટર ખેતી પિયત માટે (50 ટકા) માંગણી ફોર્મ આવે પછી નહેરવાટે પાણી છોડવાનાં નિર્ણય બાદ નહીવત ફોર્મ આવતા નિયત સમયે પાણી છોડવાનું મુલત્વી રહયા બાદ છેવાડાનાં વિસ્તારનાં ખેડૂતોની પિયત માંગ વધતા આખરે પહેલા પાણ માટે 21/1/21 પછી ચોથું પાણ છોડવામાં આવેલ તે સમયે ડેમમાં 33 ફુટ પાણી હતું.

તેમજ સિંચાઇ પિયતનાં ફોર્મનો ટાર્ગેટ પુરો ન થવા છતા ફોર્મ ભરાવાની અપેક્ષાએ બીજા અને ત્રીજા પાણ માટે પાણી છોડાયું હતું અને 21/3/2021 નાં ચોથા પાણ માટે પાણી છોડવામાં આવ્યું ત્યારે સિંચાઇ અધિકારીનાં જણાવ્યા મુજબ ડેમમાં 28.7ફુટ પાણી હતું. અને હાલ 10 દિવસ બાદ ડેમમાં 26.7 ફુટ પાણી રહેલ છે. દરમિયાન વહેતી નહેરોમાંથી ખેતરોમાં પાણી પહોંચવાને બદલે કેનાલોમાં ઠેર ઠેર ભંગાણ થઇને નદી,નાળા,વોંકળામાં પુષ્કળ પ્રમાણમાં વહી જઇને પાણીનો ભારે વેડફાટ થઇ દરિયા તરફ વહી રહયું છે.

વેડફાટ અટકાવવામાં આંખ આડા કાન
આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઇ અધિકારીઓ અને પિયત મંડળીઓની મિલી ભગતથી શેત્રુંજી ડેમનાં કિમતિ પાણીનો ભારે બગાડ થઇ રહયો છે. સિંચાઇ વિભાગ દ્વારા અગાઉ જણાવ્યા મુજબ સ્ટાફ પેટ્રોલીંગ અને એસ.આર.પી. બંદોબસ્ત રહેશે તેવી કહેવાતી ખાત્રી છતા કેનાલોનું પાણી ખેતરોમાં પહોંચવાને બદલે અન્યત્ર વહી રહયું છે જે અંગે સિંચાઇ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવાને બદલે નકકર પગલાઓ લેવા જોઇએ તેવી કમાન્ડ વિસ્તારનાં અદનાં ખેડૂતોની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો