સમૂહ લગ્નોત્સવ:સિહોર તાલુકાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું
  • રાજ્યના પૂર્વ નાણાંમંત્રી તથા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાની પ્રેરક ઉપસ્થિતિ

સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા 33 દિકરીઓનો સમૂહલગ્ન ધામધૂમ પૂર્વક યોજાયા હતા. રાજકીય આગેવાનો, સંતો- મહંતો તેમજ રાજપૂત સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સમૂહલગ્નના આયોજન દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલા રક્તથી ક્ષત્રિય કારડીયા સમાજના મોભી ચીથર દાદા પરમારની રક્તતુલા કરવામાં આવી હતી. વિશાળ જનસમુદાય સાથે થયેલા આયોજન દરમ્યાન રાજપૂત સમાજ દ્વારા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી તથા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ એવા વજુભાઇ વાળા ઉપસ્થિત રહી નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા.

આ ઉપરાંત ચીથરભાઈ પરમાર, કાનભા ગોહિલ (રજોડા), હેમરાજસિંહ ચુડાસમા, નાયબ કલેકટર સિહોર, મામલતદાર સિહોર, અવનીબા મોરી નાયબ નિયામક શિક્ષણ, સાધુ સંતો અને દાતાઓએ ઉપસ્થિત રહી સુંદર આયોજનને બિરદાવ્યું હતું. તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો તથા સંતો મહંતોના આશીર્વાદ પાઠવીને શુભ સંકલ્પ સાથે સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...