તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ધો.10ના છાત્રોના એલ.સી.માં હવે માસ પ્રમોશન નહીં લખાય

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય થયેલો
  • હવે લિવિંગ સર્ટિફિકેટમાં "માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા" તેવો ઉલ્લેખ કરાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10ના વિદ્યાર્થીના માસ પ્રમોશન આધારે તૈયાર થનાર લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં કરવામાં આવે. હવે તેની સ્થાને લિવિંગ સર્ટિફિકેટમાં "માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા" તેવો ઉલ્લેખ કરવામાં આવશે.અગાઉ ગુજરાત બોર્ડ શાળાઓને લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન સંદર્ભે પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાની સૂચના અપાઈ હતી.

પરંતુ શિક્ષણવિદો, આચાર્યોની રજૂઆત બાદ બોર્ડે પોતાનો નિર્ણય બદલ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં માસ પ્રમોશન ન લખવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને, તેમના હસ્તે શાળાઓને સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે. આ ફેરફારના પગલે હવે વિદેશ જવામાં કોઈ અડચણ નહીં નડે. બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે ધોરણ 10ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણ હવે દૂર થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...