તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નર્સિંગ-ITIના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાયુ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લીધે સરકારે લીધેલો નિર્ણય
  • નર્સિંગના 30,000 અને ITIના અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

કોરોનાની મહામારીની બીજી લહેરને લીધે રાજ્યની વિવિધ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા આશરે 30 હજાર વિદ્યાર્થીઓ અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા આશરે 2 લાખ વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે. ગુજરાત રાજ્યની એનએનએમ અને જીએનએમ બંને પ્રકારના નર્સિંગ કોર્સ ચાલે છે.

આ નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. બીજી તરફ અમદાવાદ, ભાવનગર સહિત રાજ્યની મોટી આઈટીઆઈના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.આમ પ્રાથમિક અને માધ્યમિક તથા કોલેજમાં માસ પ્રમોશન અપાયા બાદ હવે નર્સિંગ અને ITIના વિદ્યાથર્થીઓને પણ આ વર્ષે માસ પ્રમોશનનો લાભ જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...