તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન રિપોર્ટર:ધો.10માં માસ પ્રમોશનથી છાત્રોને સરકારી ભરતીમાં નુકશાન થઇ શકે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 40 ટકા વધુ વિદ્યાર્થીઓ પાસ થશે તે ક્યાં સમાવાશે ?
  • શાળા કક્ષાએ અથવા જીટીયુની પેટર્નથી ઘરે બેઠા એમસીક્યુ આધારિત પરીક્ષા લઇ શક્યા હોત

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની હાલની સ્થિતિમાં ધો.1થી 9 અને ધો.11 બાદ ગઇ કાલે ધો.10ના ગુજરાત બોર્ડના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાના નિર્ણયના મિશ્ર પ્રતિભાવ શિક્ષણવિદોમાંથી સાંપડ્યા છે. કોરોના કાળમાં આ નિર્ણય સાચો છે પણ અન્ય રીતે ધો.10ની પરીક્ષા બોર્ડ દ્વારા યોજવી શક્ય હતી અને ખાસ તો પ્રશ્નપત્રોમાં 100 ટકા એમસીક્યુ રાખીને શાળા કક્ષાએ અથવા તો ઘરે બેઠા ઓનલાઇન, જીટીયુની પદ્ધતિએ પરીક્ષા લીધી હોત તો કેટલાક પ્રશ્નો ન સર્જાત. આમ, આ નિર્ણયને સેલ્ફ ફાયનાન્સ ફેડરેશને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે.

ધો.10ની પરીક્ષા માત્ર વિદ્યાર્થી જીવનમાં જ નહીં પણ કારકિર્દીમાં રોજગારી મેળવવામાં ઘણી નોકરીઓમાં આ પરીક્ષાની ટકાવારી ધ્યાને લેવાતી હોય છે. ત્યારે આ વર્ષે માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓને આ નુકશાન જશે તેમ ભાવનગર સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ફેડરેશનના પ્રમુખ મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતુ. ખાસ તો તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓએ આખું વર્ષ ખુબ જ મહેનત કરી હોય તેને અન્યાય થયાની લાગણી થશે. તેની માટે આ નિર્ણય એકંદરે નુકશાનકારક સાબિત થશે.

ધો.10ની પરીક્ષા થોડી મોડી યોજી શકાઇ હોત. તેમાં પણ જો એમસીક્યુ આધારિત પરીક્ષા લેવામાં આવે તો તેની ઉત્તરવહી કમ્પ્યૂટરમાં ચેક થઇ જાય આથી ત્વરિત પરિણામ પણ જાહેર કરી શક્યા હોત. આ ઉપરાંત 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થવાના છે. દર વર્ષે સામાન્ય રીતે 60 ટકા વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે પણ આ વર્ષે માસ પ્રમોશનથી વધારાની 40 ટકા વિદ્યાર્થીઓ વધશે તેના એડમિશનના પ્રશ્નો સર્જાશે. અા માટે અત્યારથી જ વ્યવસ્થા નહીં વિચારાય તો ગંભીર સમસ્યા સર્જાશે.

આઈટીઆઇ કે ડિપ્લોમામાં પ્રવેશ સમસ્યા થશે
આઇટીઆઇ અને ડિપ્લોમા ઇજનેરીમાં ખાસ કરીને જે બ્રાન્ચ તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની ગણાય છે જેમ કે કમ્પ્યૂટર, આઇટી વિગેરેમાં ક્યા ધોરણો રાખીને પ્રવેશ અપાશે તેની પણ ગાઇડલાઇન જાહેર કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...