તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત તથા મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા અને દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના સંયુક્ત ઉપક્રમે મારૂ ભાવનગર, સ્વચ્છ ભાવનગર અભિયાન હેઠળ શહેરમાં વોલ પેઇન્ટીંગ, શોર્ટ મૂવીઝ અને શેરી નાટકોની સ્પર્ધા યોજાઇ હતી જેમાં વોલ પેઇન્ટીંગમાં કુલ 248 સ્પર્ધકો, શોર્ટ મૂવીમાં 28 અને શેરી નાટકમાં 3 ગ્રુપમાં 9 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હવે જ્યૂરી પેનલ દ્વારા ચકાસણી કરીને વોલ પેઇન્ટીંગમાં 25 સ્પર્ધકો, શોર્ટ મૂવી માટે 5 અને શેરી નાટક માટે 3 સ્પર્ધકોના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. વોલ પેઇન્ટીંગમાં વિજેતાઓમાં પૂજા મકવાણા, મોહિત મકવાણા, હિરલ વાઘેલા, અનુપમા શાહ, કશ્યપ કનોજીયા,છાયાબહેન પટેલ, પ્રતિક્ષા વ્યાસ, ધર્મેન્દ્ર ભુતૈયા, યશ હરસોરા, દિયા વાકાણી, અલ્ફિયા રંગવાલા, યશ પંખાનીયા, હિમાંશુ મેરિયા, સમીર જાલીયા, હેતલ ભટ્ટ, અલીશા પઠાણ, પાર્થ નાવડીયા, હસ્તી પટેલ, નૈના ભાલીય્યા, પૂજા શાહ, રાહુલ ચાવડા, પ્રકૃતિ જાલીયા, હાર્દિક કાંબડ, ક્રિષ્ના રાઠોડ અને મોક્ષ વોરાનો સમાવેશ થાય છે.
જ્યારે શેરી નાટક સ્પર્ધામાં વિજેતાઓમાં પ્રથમ ક્રમે વિધિ પીઠવા દ્વિતીય ક્રમે ભૂમિ કમવાણા અને ત્રીજા ક્રમે રાહુલ ગોહિલને વિજેતા જાહેર કરાયા છે. શોર્ટ મુવી સ્પર્ધામાં પ્રથમ ક્રમે મેહુલ વડોદરિયા અને ધવલ પરમાર, બીજા નંબરે પાર્થ શાસ્ત્રી, ત્રીજા નંબરે જયસિંહ ચૌહાણ, ચોથા ક્રમે બ્રિજ ત્રિવેદી અને પાંચમા ક્રમે અવિ અંધારિયા વિજેતા જાહેર કરાયા છે. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકને પ્રમાપણત્ર તેમજ વિજેતાઓને નજીકના ભવિષ્યમાં યોજાનારા કાર્યક્રમમાં જાહેરમાં સન્માનિત કરવામાં આવશે.આમ આ સ્પર્ધાઓના પરિણામ જાહેર કરાયા બાદ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં વિજેતાઓનું સન્માન કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.