તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાવનગર:શહીદ શક્તિસિંહ ગોહિલનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર અપાયુ, ભંડારીયા ગામ સ્વયંભૂ બંધ રહ્યું

ભાવનગર2 મહિનો પહેલા
  • લોકોએ શક્તિસિંહ ‘તુમ અમર રહો’ના નારા લગાવ્યા

ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામના વતની શક્તિસિંહ ગોહિલ આસામમાં શહીદ થયા હતા. ત્યારે આજે તેમના પાર્થિવદેહને માદરે વતન ભંડારિયા લવાયો હતો. ત્યારે ઠેર-ઠેર તેમને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. લોકોએ પુષ્પવર્ષા કરી ભારત માતા કી જય અને શક્તિસિંહ તુમ અમર રહોના નારા લગાવ્યા હતા. શહીદ શક્તિસિંહ ગોહિલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. શહીદ શક્તિસિંહનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ભંડારીયા ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું.

શક્તિસિંહ તુમ અમર રહોના નારા લાગ્યા
ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામના શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ આર્મીમાં ભરતી થયા હતા અને નોકરી પૂર્ણ કરી હતી. તેઓને એક્સટેન્શન અપાતાં આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા વીરગતિને પામ્યા હતાં. આજે પાંચમા દિવસે વીરગતિ પામેલા આર્મીમેન શક્તિસિંહજી ગોહિલનો પાર્થિવદેહ ભંડારિયા લાવવામાં આવ્યો હતો. ત્યારે લોકોએ ભારત માતા કી જય અને શક્તિસિંહ તુમ અમર રહોના નારા લગાવ્યા હતાં.

માતા-પિતાએ એકનો એક દિકરો ગુમાવ્યો
શક્તિસિંહ ગોહિલ ચાર બહેનો વચ્ચે એક જ લાડકવાયો ભાઈ હતો. રક્ષાબંધન પહેલા ભાઈ વીરગતિને પામ્યો હોવાના સમાચાર મળતાં બહેનોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી. રૂદન સાંભળી કઠણ કાળજાના માણસની આંખમાંથી પણ આંસુ ટપકી પડે તો બીજી તરફ તેના માતા પિતાનો એક જ દિકરો હોય અને જે શહીદ થયો હોવાના સમાચાર મળતાં ભાંગી પડ્યાં હતાં.

(ભરત વ્યાસ-ભાવનગર)

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો