તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોના કાળમાં ઘરે જ લગ્ન : 77 કન્યાને ઘર બેઠા કરિયાવર ભેટ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • { પાલીતાણાના લુવારવાવ ખાતે સમૂહલગ્નની પરંપરા જાળવી રાખવા અનોખું આયોજન

વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષે પાલીતાણાના લુવારવાવ ગામે સમૂહ લગ્ન સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતું કોરોના કાળના લીધે સંક્રમણ ન ફેલાય અને સમૂહલગ્નની પરંપરા જળવાઈ રહે તે માટે આ વર્ષે પણ 77 દંપતી સમૂહ લગ્નમાં જોડાયા હતા.તેઓની લગ્નવિધિ તારીખ 10 ઓગસ્ટ મંગળવારે પોતાના ઘરે જ કરવામાં આવી હતી. એટલું જ નહીં ઘરે બેઠા જ કન્યાઓને કરિયાવરની ભેટ આપવામાં આવી છે.

વાટલિયા પ્રજાપતિ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે વીસમા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના કાળના લીધે સમૂહ લગ્નમાં એકત્ર થતી જનમેદનીથી સંક્રમણના ભયને ટાળવા માટે દાતાઓ તેમજ સમૂહ લગ્ન કમિટીના આયોજકો દ્વારા સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં દીકરીના ઘરે જ લગ્ન થાય અને સમૂહ લગ્ન કમિટી દ્વારા લગ્ન પૂર્વે કરિયાવર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવા નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...