તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુણપત્રકોનું વિરતણ:આજે શાળાઓને વિતરીત કરાશે ધો.10-12ના ગુણપત્રક

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજકેટના રિઝલ્ટનું પણ વિતરણ થશે
  • ધો.10ના ગુણપત્રકો તાલુકા કક્ષાએ અને ધો.12ના ગુણપત્રકોનું ભાવનગર ખાતેથી વિરતણ કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.2 સપ્ટેમ્બરને ગુરૂવારે સવારે 11 કલાકથી જિલ્લાની માધ્યમિક શાળાઓના ધો.10ના વિદ્યાર્થીઓના ગુણપત્રક થતા સંબંધિત સાહિત્યનું વિતરણ તાલુકા કક્ષાએથી કરવામાં આવશે. જેમાં ભાવનગર શહેર, ભાવનગર તાલુકો અને ઘોઘા તાલુકાની શાળાઓ માટે નંદકુંરવબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, ભાવનગર. સિહોર, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાની શાળાઓ માટે એલ.ડી.મુની હાઇસ્કૂલ,સિહોર. પાલિતાણા, ગારિયાધાર અને જેસર તાલુકાની શાળાઓ માટે એમએમ કન્યા વિદ્યાલય, પાલિતાણા. મહુવા અને તળાજાની શાળાઓ માટે ગર્લ્સ હાઇસ્કૂલ, તળાજાના વિતરણ કેન્દ્રો ખાતેથી સાહિત્યનું વિતરણ થશે તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે.

સંબંધિત શાળાના પ્રતિનિધિઓએ ઓથોરિટી લેટર સાથે સાહિત્ય મેળવી લેવાનું રહેશે. ધો.12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ગુણપત્રકો તથા પ્રમાણપત્રો સંબંધિત સાહિત્ય તથા ગુજકેટના ગુણપત્રકોનું વિતરણ ભાવનગર જિલ્લા મથકે કરવામાં આવશે. જે અન્વયે નંદકુંરવબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, નિલમબાગ સર્કલ, ભાવનગર ખાતેથી સાહિત્યનું વિતરણ કરાશે જે શાળાના પ્રતિનિધિઓએ ઓથોરિટી લેટર દર્શાવી બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટ પાસેથી મેળવી લેવાનું રહેશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...